Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી રસિકભાઇ ચાવડાનો જન્મદિવસ

ઉના ,તા.૮:સંવેદના ગ્રૂપના પ્રમુખ રસિકભાઈ ચાવડાઙ્ગ (આર.સી.)નો આજે જન્મદિવસ છે. તેઓ ૩૬ વર્ષ પૂર્ણ કરી અને ૩૭ વર્ષમાંઙ્ગ પ્રવેશ કરી રહ્યા છે. ત્યાર લોકો વચ્ચે અવિરત પણે રહી રાજય કે વિસ્તારની કોઈ પણ સમસ્યા હોય લોકોનો અવાજ બની તેઓ નીડરપણે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરતા રહે છે. અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશના મહામંત્રી, ગુજરાત ઉપભોકતા સંગઠનના તાલુકા પ્રમુખ, સંવેદના ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખ, રેફરલ હોસ્પિટલ ઉનાના રોગી કલ્યાણ સમિતિમાં સામાજિક સદસ્ય, ઉના તાલુકાના વાલી મંડળના (સૂચિત) પ્રમુખ, ગુજરાત ખેડૂત-ખેત મજૂર- પશુપાલક-બેરોજગાર સેવા મહામંડળના પ્રદેશ મહામંત્રી, તથા અનેક સામાજિક સંગઠનો સાથે તેઓ જોડાયેલ છે.તેઓએ જન્મદીવસ નિમિત્ત્।ે આંગણવાડીના બાળકોને લંચ બોક્ષ સહિત નાસ્તો આપીને બાળકો સાથે તેઓ જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી કરેલ છે. આ ઉપરાંત શાળામાં જ્ઞાનવર્ધક પુસ્તકો ભેટ આપી બાળકોમાં પુસ્તકો પ્રત્યે લગાવ કેળવાય એ માટે નવી દિશા ડંકારી છે. તેઓના જન્મદિવસે મો.૯૯૦૯૩ ૨૧૭૧૭ ઉપર શુભેચ્છાની વર્ષાઙ્ગ થઇ રહી છે.

(11:40 am IST)