Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

કલાસર્જક અને જાણીતા દિગ્દર્શક અઝીઝ ઈબ્રાહીમનો આજે જન્મદિવસ

ગુજરાતી ફિલ્મ ''તપ'' આવતા મહિને રીલીઝ

રાજકોટઃ કલાસર્જક અને નાટય-ફિલ્મ દિગ્દર્શક અઝીઝ ઈબ્રાહીમનો આજે જન્મ દિવસ છે. તાજેતરમાં ગુજરાતી અર્બન ફિલ્મ  ''તપ'' નું માત્ર ૧૫ દિવસમાં શૂટીંગ કરી સફળતા હાંસલ કરી હતી, અને એક સાથે તે અર્બન ફિલ્મોનું નિર્માણાધીન કાર્ય સંપન્ન કરેલ છે.

૭-જાન્યુઆરીનાં રોજ સુરેન્દ્રનગર ખાતે જન્મ થયો હતો, મુળ ઝાલાવાડના સર્જકે રાજકોટ શહેરને કર્મભુમિ બનાવેલ ૧૯૭૮ માં ગુજરાત કક્ષાએ નાટય સ્પર્ધામાં રાજયકક્ષાનું પ્રથમ પારિતોષીક મેળવી, ત્યારબાદ અનેક નાટકોનું રંગમંચ ઉપર સર્જક કરીને કિર્તીમાન પ્રાપ્ત કરેલ, આકાશવાણી રાજકોટ તથા દુરદર્શન રાજકોટ - અમદાવાદ ખાતે અનેક  ટેલિફિલ્મો દિગ્દર્શન કાર્ય સંભાળેલ હતું. અત્યાર સુધીમાં લગભગ-પ૪ ટેલિફિલ્મો, ૪૪-એકાંકી નાટકો તથા ૧૧-ત્રિઅંકી નાટકોનું લેખન-દિગ્દર્શનનું સુકાન સંભાળેલ હતું.

 વર્ષ  ૧૯૮૪ માં મુંબઈ ખાતે ૯-એવોર્ડ તેમજ નાટયક્ષેત્રમાં અનેક પારિતોષીકો મેળવેલ છે. વર્ષ :૧૯૮૮ માં ગુજરાત કક્ષાનો ''કલામહર્ષિ''  એવોર્ડ તથા ''નાટ્ય ભૂષણ'' ની માનદ્ ઉપાધી પ્રાપ્ત કરેલ હતી. ટેલિફિલ્મ ક્ષેત્રે બે-નેશનલ એવોર્ડ પ્રાપ્ત કરેલ છે.

 તેમની ઉલ્લેખનીય ટેલિફિલ્મો જનમ જન્માન્તર, ભવોભવ,  ચક્રવ્યુહ , અહલ્યા , થોર, ભંવર , એક અંધારી રાત, આંસુના સુરજ, મનદર્પણ, ત્યાગ , તર્પણ,  વાસુદેવ પ્યાલો વિગેરેનું લેખન દિગ્દર્શન સંભાળેલ હતું.

 તેમના રંગમંચના સફળ નાટકો ચોપગુ, બેશરમ કથાનો નાયક, ચાર દિવાલો વચ્ચેનું ધુમ્મસ, હું વલ્લભ નથી,  કોન્ટેકટ લેન્સ, મૌનના પડઘા, એક પાનખરનું સમણું વસંત,  ધુમ્મસની આરપાર છેલ્લી પાંચ મીનીટ  સહિત અનેક નાટકો રંગમંચ પર ભજવાયા હતાં.

 ગુજરાતી ફિલ્મ ''તપ''  ફેબ્રુઆરીના અંતમાં ગુજરાતભરના સિનેમાધરોમાં પ્રદર્શિત થશે. રંગમંચ અને ફિલ્મોના દિગ્દર્શક અઝીઝ ઈબ્રાહીમના જન્મ દિવસે મો.૯૩૧૬૩ ૫૯૮૩૩ ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(12:26 pm IST)
  • ભુજના બેન્ટોનાઈટ કંપનીના ડાયરેક્ટરને આરટીઆઇ દ્વારા પરેશાન કરી 3 લાખની માંગણી કરનાર યુવા આગેવાન મયુર મહેશ્વરી (રે.ટૂંડા.તા.માંડવી)ને જ્યુબિલી સર્કલ પાસે આવેલ પાંઉભાજીની રેસ્ટોરન્ટ ખાતે ૩ લાખની રકમ પૈકી ૫૦ હજાર રૂપિયા રોકડા લેતા ભુજ બી ડિવિઝન પોલીસે રંગે હાથ પકડ્યો છે access_time 11:04 pm IST

  • દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સાથી પક્ષ લોક જનશક્તિ પાર્ટી તમામ 70 બેઠકો પર ચૂંટણી લડશે access_time 8:53 pm IST

  • ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને વિધાનગર પોલીસ લાઈનમાં રહેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ આહીર ભીમભાઇ દેસાઈ એ ગળા ફાસો ખાઈ આપઘાત કર્યો access_time 11:11 pm IST