Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

જાહેર જીવનમાં મૂલ્યોના ધ્રુવતારક ટપુભાઈ લીંબાસિયાઃ હેપ્પી બર્થ ડે

રાજકોટઃ. જાહેર જીવનમાં દાયકાઓથી મૂલ્યોના ધ્રુવતારક તરીકે ચમકતા રહેલા જાણીતા અગ્રણી શ્રી ટપુભાઈ એલ. લીંબાસિયાનો જન્મ તા. ૬ જાન્યુઆરી ૧૯૩૯ના દિવસે થયેલ. આજે ૮૨માં વર્ષના દ્વારે કદમ માંડયા છે. તેઓ મૂળ કુવાડવા પાસેના ખેરડી ગામના વતની છે. બી.એ.ની પદવી ધરાવે છે.

શ્રી ટપુભાઈ લીંબાસિયા વર્ષો સુધી રાજકોટ નાગરિક બેંકના વાઈસ ચેરમેન રહેલા. આજે પણ ડીરેકટર છે. પાંચ વર્ષ ભાજપના ધારાસભ્ય તરીકે સેવા આપી હતી. રાજકારણમાં તેમણે અનેક નવોદિતોને આગળ કર્યા છે. સંત કબીર રોડ પર તેમણે સ્થાપેલ શ્રી ગુરૂદતાત્રેય સહકારી મંડળી વટવૃક્ષ બનીને જરૂરિયાતમંદોને શિતળ છાંયા આપી રહી છે. લેઉવા પટેલ સમાજ સહિત અનેક સંસ્થાઓમાં તેમનુ મહત્વનું યોગદાન છે. ધૂળની 'ડમરીવાળા' વર્તમાન સાર્વજનિક જીવનમાં તેઓ પોતાની જાતને 'ફુલો' જેવી ચોખ્ખી અને મહેકતી રાખી શકયા છે. આજે સ્ફુર્તિમય જીવનના વધુ એક વર્ષના સ્વાગત નિમિતે તેમના પર અનરાધાર શુભેચ્છા વરસી રહી છે.

ફોન નં. ૦૨૮૧-૨૭૦૫૦૧૫, મો. ૯૪૨૮૨ ૦૦૦૯૯ - રાજકોટ

(3:52 pm IST)