Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના પ્રમુખ બિપિનકુમાર ટોલીયાને ૫૪મો જન્મદિવસ

વઢવાણ, તા.૬: સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના પ્રમુખ બિપિનકુમાર ટોલિયા નો આજે જન્મદિવસ છે ત્યારે  ગુજરાત નગરપાલિકાના પ્રમુખો ધારાસભ્યને સાંસદો દ્વારા  શુભકામનાનો વરસાદ વરસી રહ્યો છે પોતાના જીવનકાળના ૫૩ વર્ષ પૂર્ણ કરી અને ૫૪ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે નગરપાલિકામાં બે ટર્મથી પ્રમુખ પદે રહી અને શહેરના વિકાસને પૂર ઝડપે આગળ ધપાવી અને પોતાએ એક આગવી ઓળખ ઉભી કરી છે વિજયભાઈ રૂપાણીની પણ એકદમ નજીક રહ્યા છે. સુરેન્દ્રનગર શહેરમાં એક પ્રમુખ તરીકે પણ લોકચાહના મેળવી છે લોકોને આનંદ-ઉત્સાહ મળે તેવા લોક ડાયરા તેમજ ભજનીક કાર્યક્રમો પણ કરવામાં પોતાની આગવી ઓળખ મેળવી છે કલેકટરની સાથે પણ એકદમ નજીકનો નાતો ધરાવી અને શહેરના કામોને પા ધન્યતા આપવામાં પણ સફળ રહ્યા છે ત્યારે તેમને મધ્યમ વર્ગ થી લઇ અને ગરીબ લોકોને આવાસ યોજના સહિતના તેમજ ઓળખ પત્ર આધારકાર્ડ ચુંટણીકાર્ડ સહિતની કામગીરીમાં પણ  આગળ રહેલા છે ત્યારે  પત્ની શીતલબેન પલકબેન હેલો ની બેન તેમજ પુત્ર યશ દ્વારા પ્રાર્થના કરી  જન્મ દિવસના વધામણા કરવામાં આવ્યા છે બીપીનભાઈ ટોલિયા જૈન સમાજના એક આદરણીય અને અગ્રણીઓ રહેલા છે.

(12:51 pm IST)