Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

મયુર શાહ પર 'ઉપરવાળા'ની મહેર છે, આજે જન્મદિનની શુભેચ્છાની લહેર છે

મૈત્રીભાવનું પવિત્ર ઝરણુ મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સંકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે..

રાજકોટ : પાંચમાં પુછતા, સૌમા સવાયા કેસરિયા રંગે રંગાયેલા જાણીતા જૈન શ્રેષ્ઠી શ્રી મયુર શાહનો આજે તા. ૨૮ જુલાઇએ જન્મદિન છે. સ્થાનિક કાર્યકરો અને વિવિધ ક્ષેત્રના ટોચના મહાનુભાવોએ તેમના પર શુભેચ્છા વરસાવી છે. જમાઇ અનિક શેઠ, લાડકી દીકરીઓ કિંજલ અને રાજવી સહિતના પરિવારજનોએ શુભેચ્છામાં બુલંદ સૂર પુરાવ્યો છે. તેઓ ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ સમિતિના સદસ્ય છે. હૃદયના ભાવથી અને વ્યકિતત્વના પ્રભાવથી શોભી રહ્યા છે. તેમના અવાજમાં માધુર્ય સાથે પડઘો પાડવાની ક્ષમતા છે.

હાલમાં તેઓ પંચનાથ હોસ્પિટલમાં માનદ્મંત્રીની જવાબદારી વહન કરી રહેલ છે. કોરોના મહામારી દરમ્યાન હાલમાં મયુરભાઇ શાહએ હોસ્પિટલના ઓકસીજનના પ્લાન્ટ માટે ૧ કરોડથી વધુ રકમ એકત્ર કરવામાં નિમિત બનેલ. બી.કોમ. સુધીનો અભ્યાસ કરનાર અને હાલમાં કિંજલ પ્રોપર્ટીઝનું સફળ સંચાલન કરતા મયુર શાહ ભૂતકાળમાં જૈન સોશ્યલ ગ્રુપ-રાજકોટ મીડટાઉનના પ્રમુખ તરીકે સેવા આપી ચૂકયા છે. સગીત, વાંચન અને પ્રવાસનો શોખ ધરાવનાર અને અનેક વિધ સેવાકીય -સામાજીક સંસ્થાઓ જેવી કે શ્રી પંચનાથ એનીમલ હોસ્પિટલમાં ચેરમેન તરીકે તેમજ જૈનમ, જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વણિક સંગઠન, દશાશ્રી માળી જૈન સમાજ, દીકરાનું ઘર -વૃધ્ધાશ્રમ, ફિલ્ડમાર્શલ બ્લડ બેંક. સ્થાનીકવાસી જૈન શેઠ ઉપાશ્રય સાથે સંકળાયેલા છે. ભારતીય જનતા પક્ષમાં સતત બે ટર્મમાં કોષાધ્યક્ષ તેમજ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય, લોકસભાના ઉમેદવારના ત્રણ વાર અંગત મદદનીશ તરીકેને જવાબદારી સક્રિયતાથી સંભાળેલ હતી.

ઉપરાંત રાજકોટ ડીસ્ટ્રીકટ ટેલીકોમ એડવાઇઝરી બોર્ડના સદસ્ય તરીકે સતત બે ટર્મમાં સેવા આપી ચુકેલ છ. હાલમાં તેઓ ગુજરાત ચાઇલ્ડ રાઇટ્સ કમીશનનાં ડીરેકટર તરીકે ઉત્કૃષ્ટ સેવા આપી ચુકેલ છે. શ્રી મયુરભાઇ શાહને મોબાઇલ : ૯૩૭૪૧, ૯૪૨૮૨ ૦૦૦૭૫ ઉપર અનરાધાર વર્ષા થઇ રહી છે.

(11:37 am IST)