Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

સેવા, સ્નેહને સંવેદનાનો સમન્વયઃ નિલેશભાઈ શાહનો આજે જન્મદિન

રાજકોટ, તા. ૧૪ : રાજકોટ નાગરીક સહકારી બેન્ક લી.ના મેનેજર (ટ્રેનીંગ) નિલેશભાઈ જગુભાઈ શાહનો આજે જન્મદિન છે. તેઓ શ્રી નાલંદા ઉપાશ્રય, શ્રી આદિનાથ રીલીજીયસ ટ્રસ્ટ, શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ, શ્રી પુજીત રૂપાણી ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી વસંત ગજેન્દ્ર ગડકર સ્મારક ટ્રસ્ટ, રાજકોટ નાગરીક સહકારી બેન્ક હાઉસીંગ સોસાયટી, જાગૃત કર્મચારી મંડળ, રાજકોટ નાગરીક બેન્ક કર્મચારી ધિરાણ અને ગ્રાહક મંડળી, જૈન સોશ્યલ ગ્રુપ, રાજકોટ મીડટાઉન, શ્રી નવકાર મંડળ જેવી સંસ્થાઓમાં સેવા આપી રહ્યા છે. તેમજ જૈન સોશ્યલ ગ્રુપ (સૌરાષ્ટ્ર રીજીયોન)ના પી.આર.ઓ. તરીકે કાર્યરત છે. મિલનસાર હસમુખા વ્યકિતત્વના માલિક, દિવાનપરાની પરંપરાને આગળ ધપાવતા નિલેશભાઈની સફળ કારકિર્દીમાં સૌરાષ્ટ્રના સિંહણ પૂ.ઈન્દુબાઈ મહાસતીજી, મા-બાપના આર્શીવાદ, શાહ પરીવારની હૂંફ, જીવનસંગીની રશ્મી અને દિવાનપરાના મિત્રોનો ફાળો મહત્વપૂર્ણ છે. બંને પુત્રી ધરા અને દિશાનું પીઠબળ, જમાઈ મલયકુમાર કોઠારી અને દીપકુમાર ગોપાણીનો અને પૌત્ર વિધાનના નિદોર્ષ સ્નેહ થકી તેમનો જીવનબાગ મહેંકી રહ્યો છે. તેમના જન્મદિને વિજયભાઈ રૂપાણી (મુખ્યમંત્રી), વજુભાઈ વાળા (રાજયપાલ-કર્ણાટક), વસંતભાઈ ખોખાણી (તત્વચિંતક), જયોતિન્દ્રભાઈ મહેતા, નલીનભાઈ વસા, કલ્પકભાઈ મણીઆર, જીવણભાઈ પટેલ, ડો.વલ્લભભાઈ કથીરીયા, ગોવિંદભાઈ પટેલ, કશ્યપભાઈ શુકલ, નરેન્દ્રસિંહ ઠાકુર, ધનસુખભાઈ ભંડેરી, નીતિનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ મીરાણી, જીતુભાઈ દેસાઈ, હરેશભાઈ વોરા, નિતેશભાઈ કામદાર, નિલેશભાઈ કામદાર, મેહુલભાઈ દામાણી, સેજલભાઈ કોઠારી, સંદિપભાઈ મહેતા, કેતનભાઈ વસા, બીપીનભાઈ મહેતા, અતુલભાઈ ઉદાણી, જીતુભાઈ કોઠારી, ડો.સુધીરભાઈ શાહ, ડો.દિપકભાઈ મહેતા, ઉપેનભાઈ મોદી, મયુરભાઈ શાહ, પિયુષભાઈ મહેતા, ડો.રાજુભાઈ કોઠારી, સુકેતુભાઈ ભોડીયા, ચિરાગભાઈ દોશી, તરૂણભાઈ કોઠારી, મનીષભાઈ મહેતા, સમગ્ર જેએસજી મીડટાઉન પરીવાર, નલીનભાઈ ઝવેરી, સાંઈરામ દવે (જાણીતા હાસ્ય કલાકાર), અંકિત ત્રિવેદી (સંચાલક), ઓસમાણ મીર (જાણીતા કલાકાર), નાગરીક બેન્ક પરીવારજનોએ શુભેચ્છા પાઠવેલી છે. (મો.૯૮૨૫૨ ૯૦૬૨૫)

(4:20 pm IST)
  • અમિતભાઇ શાહ સાંજે કાશ્મીર જવા રવાના થશે : ૩૭૦મી કલમ નાબુદ કર્યા પછી દેશના ગૃહમંત્રી પ્રથમ વખત શ્રીનગર જઇ રહયા છેઃ ૧૬મીએ દિલ્હી પરત ફરશે access_time 1:15 pm IST

  • અયોધ્યા કેસ મુદે સુપ્રિમમા સુનાવણી ચાલુ : બાબરના આદેશથી રામમંદિર તોડી પડાયાના પુરાવા છે? સુપ્રિમનો સવાલ : ૫ ઓગષ્ટથી શરૂ થયેલી આ સુનાવણીનો આજે ૬ઠો દિવસ છેઃ ગઇકાલની સુનાવણીમાં રામલલ્લા પક્ષના વકીલે તેમની દલીલો રાખી આજે પણ તેઓ જ તેમની વાત પર આગળ વધી રહયા છેઃ આ દરમિયાન કોર્ટે એકવાર ફરી રામલલ્લા પક્ષ પાસેથી જન્મભૂમિ પર કબ્જાના પુરાવા માંગ્યા હતા access_time 1:13 pm IST

  • ભારે વરસાદની તારાજી બાદ ૧૦ જીલ્લાઓના ૨.૫૫ લાખ લોકોને ૪.૦૮ કરોડ કેશડોલરની રકમ ચૂકવતી રાજય સરકાર : ૫ જીલ્લામાં રૂ.૬.૩૨ કરોડની ઘરવખરી સહાય : ૨૦ જીલ્લાના ૫૯૪૪૮ લોકોને ૧૦૨ સલામત સ્થળે ખસેડાયા : ૧૧ એમ.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ.ના જવાનોની ટુકડીએ રાહત - બચાવ કાર્ય કર્યુ : પૂર ગ્રસ્તોને ૮ લાખ ફૂડ પેકેટોનું વિતરણ કરાયુ access_time 4:18 pm IST