Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

કોંગ્રેસના યુવા નેતા કમલેશ કોઠીવારનો કાલે જન્મદિન

રાજકોટ  : શહેર કોંગ્રેસના લડાયક મહામંત્રી અને યુવા એડવોકેટ તેમજ સોપાન ક્રાઇમ એલર્ટના પત્રકાર કમલેશ કોઠીવારનો આવતી કાલે સ્વતંત્ર દિને જન્મદિન છે. કે.કે. ના ઉપનામથી જાણીતા કમલેશ કોઠીવાર અગાઉ ગુજરાત પ્રદેશ એનએસયુઆઇના મહામંત્રી પદે રહી ચુકયા છે. યુવક કોંગ્રેસની ચુંટણીઓમાં સતત ત્રીજી વખત જંગી બહુમતીથી વિજેતા બનીને જીતની હેટ્રીક કરેલ. હાલમાં રાજકોટ શહેર કોંૅગ્રેસના મહામૅત્રી પદે જવાબદારી સંભાળી રહ્યા છે. બહુમુખી પ્રતિભા ધરાવતા અને આહીર સમાજના યુવા તારલા કમલેશ કોઠીવાર અનેક સામાજીક અને શૈક્ષણીક સંસ્થાઓ સાથે જોડાયેલ છે. તેમના બહોળા મિત્ર વર્તુળ દ્વારા અત્યારથી જ (મો. ૯૯૦૪૫ ૦૦૦૦૧) ઉપર જન્મ દિવસની શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(1:23 pm IST)