Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

રાજકોટ જિ.પં. વિરોધ પક્ષના નેતા ધ્રુપદબા જાડેજાનો કાલે જન્મદિન

ગોંડલ તા.૧૪ : રાજકોટ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા શ્રીમતી ધ્રુપદબા કુલદીપસિંહ જાડેજાનો કાલે જન્મદિન છે.

વર્ષ ર૦૧પ માં રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રથમ રાજપૂત મહિલા તરીકે ચૂંટાવાનો શ્રેય તેમજ ૧૯૯પ થી પ્રથમ બિન હરીફ ચૂંટાયેલા તેમજ ત્યાર બાદ ર૦૦પ થી ચાલુ વર્ષ ર૦૧૯ સુધી કુલ ૪ (ચાર) ટ્રમ રાજકોટ જિલ્લા પંચાયતના સિનિયર સદસ્ય અને રાજકોટ જિલ્લા પંચાયતમાં વિવિધ કમિટીમાં સ્થાન પામીને રાજપૂત સમાજના મહિલા તરીકે આગવું સ્થાન મળેલ છે.જન્મ વર્ષ ૧૯૬૪ના જામનગર જિલ્લાના જામકલ્યાણપુર તાલુકાના મલેતા ગામે થયેલ છે.

તેમના મૂળ વતન સસરાનું ગામ ગોંડલ તાલુકાના બેટાવડ ગામના વતની છે તેમના સસરા સ્વ. બળવંતસિંહ રૂપસિંહ જાડેજા ગોંડલ નગર પાલિકાના પૂર્વ સદસ્ય અને ભાજપ જનસંઘના કાર્યકાળથી તેમનો પરીવાર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે તેમના પિયરનું ગામ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના લકડિયા ગામ છે તેઓ તેમના પપ (પંચાવન) પુરા કરી પ૬ (છપન)માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે. ેશુભેચ્છકો દ્વારા  જન્મદિનની શુભેચ્છા તેમને મળી રહી છે.

(11:27 am IST)