Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

રાજકોટ બાર એશોસીએસનના પુર્વ પ્રમુખ સંજયભાઇ વ્યાસનો આજે ૬૦મો જન્મદિન

રાજકોટ,તા.૯: રાજકોટ બાર એશોસીએશનના પુર્વ પ્રમુખ સંજયભાઇ વ્યાસનો આજે જન્મદિન  છે.આજે જીવન ના ૫૯ વર્ષની મંજીલ કાપી ૬૦ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

સંજયભાઇ વ્યાસનો જન્મ તા. ૦૯/૦૮/૧૯૬૦ના રોજ જામનગર મુકામે થયેલ. તેઓના દાદા સ્વ. મુળશંકર જાદવજી વ્યાસ હાલ પાકીસ્તાનના કરાચી મુકામે હીન્દ કેસરી નામનું પેપર બહાર પાડતા અને તેઓ હિન્દુ મહાસભાના કરાચી ખાતે અગ્રણી હતા. ભારત પાકિસ્તાનના ભાગલા બાદ તેઓ રાજકોટ મુકામે સ્થાયી થયેલ, સંજયભાઇ વ્યાસના પિતા સ્વ. જીતેન્દ્રભાઇ મુળશંકરભાઇ વ્યાસ રેલ્વેમાં ફરજ બજાવતા હતા અને વેસ્ટન રેલ્વે એમ્પ્લોઇઝ યુનીયનના ડીવીઝન સેક્રેટરી તરીકે વર્ષો સુધી કર્મચારીઓની સેવા કરેલ.

સંજયભાઇ વ્યાસ જામનગર જીલ્લા ઓખા મુકામે પ્રાથમિક અભ્યાસ બાદ કોલેજ કાળનો અભ્યાસ રાજકોટમાં પુર્ણ કર્યા બાદ ૧૯૮૫ થી રાજકોટ બાર એશોસીએશનના સભ્ય તરીકે વકીલાતની કારકીદી શરૂ કરેલ અને રાજકોટ બારમાં ૨૦૧૬ સુધીમાં ૧૭  વખત ચુટાઇ આવીને કારોબારી સભ્ય, ખજાનચી, જો. સેક્રટરી તથા ૨૦૧૦માં પ્રમુખ તરીકે જવાબદારી નીભાવેલ અને સફળ રીતે અનેક પ્રોગ્રામો આપેલ, વકીલોના ચાલતા રાજકોટ બાર એશો. એડવોકેટ વેલફેર ફંડના ખજાનચી તરીકે સફળ કામગીરી બજાવેલ છે.

સંજયભાઇ વ્યાસ સને ૨૦૧૬મા રાજકોટ બાર એશોસીએશનના ઇલેકશનમા બાર એશોસીએશનના ઇતીહાસમાં સૌથી વધુ જંગી મતની લીડ થી પ્રમુખ તરીકે વિજેતા થયેલ અને તેઓની પેનલ  ને પણ જંગી બહુમતીથી ચુટી કઢાવેલ તઓએ પ્રમુખ તરીકે સને ૨૦૧૬ માં રાજકોટ મુકામે હેમુ ગઢવી હોલમા તારીખ-૧/૦૫/૨૦૧૬ના રોજ સમગ્ર ગુજરાતના વકીલો માટે જુદાજુદા કાયદાકીય વિષયો ઉપર લીગલ સેમીનારનું સફળ આયોજન કરેલ સદરહુ સેમીનારમા ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશ શ્રી એસ.સુભાષ રેડી ગુજરાત હાઇકોર્ટજના  જજ અને રાજકોટ જીલ્લાના યુનિક જજ શ્રી પરેશભાઇ ઉપાધ્યાય , રાજકોટ જીલ્લાના તત્કાલીન ડીસ્ટ્ીકટ જજ એ.એમ.દવે તથા રાજકોટ જીલ્લાના તમામ ન્યાયમુર્તી ઓ તથા સમગ્ર ગુજરાત માંથી ભાગ લેવા આશરે ૧૨૦૦ વકીલોએ સેમીનારમાં ભાગ લીધેલ અને સેમીનારને ખુબજ સફળ બનાવેલ.

સંજયભાઇ વ્યાસ ઔદિચ્ય બ્રાહમણ ખરેડી સમવાય જ્ઞાતિ મંડળ રાજકોટ માં ચાર વર્ષ સુધી સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવેલ છે.

સંજયભાઇ વ્યાસે એ-નેગેટીવ બ્લડ કે જે જુજ વ્યકિતઓને હોય છે તે બ્લડ ગ્રુપ ધરાવતા હોઇ અત્યાર સુધીમા ૫૯ વાર બ્લડ ડોનેટ કરી જરૂરીયાત મંદ લોકોને તથા બ્લડ બેન્કોને બ્લડ ડોનેટ કરેલ છે.

સંજયભાઇ વ્યાસ તેઓના મીલનસાર સ્વભાવથી વકીલોમાં તથા મીત્ર વર્તુળમા'ચાકુ'ના હુલામણા નામે પ્રસિધ્ધ છે. આજરોજ તેમના જન્મદિવસ નિમિતે સગા સંબંધીઓ તથા મીત્ર વર્તુળ તરફથી તેઓને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.(તેમના મોબાઇલ નં.૯૪૨૭૨ ૨૧૯૯૭)

(11:26 am IST)
  • અરવલ્લી-દાહોદ-મહિસાગરમાં આવતીકાલે ગુરૂવારે અને શુક્રવારે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી : ઓડીશા અને બંગાળ ઉપર લો-પ્રેશર બંગાળ ઉપર લો પ્રેશર બનતા ભારે વરસાદની સંભાવના : આ ઉપરાંત મહેસાણા, બનાસકાંઠા, પાટણમાં પણ અતિ ભારે વરસાદ પડવા ચેતવણી અપાયેલ છે : કચ્છ - સૌરાષ્ટ્રમાં આ સમય દરમિયાન સામાન્ય - મધ્યમ વરસાદ રહેવા સંભવ : દક્ષિણ - મધ્ય ગુજરાતમાં ૨ દિવસ સામાન્ય વરસાદ રહેશે : માછીમારોને દરિયો નહિં ખેડવા તાકીદ કરાયેલ છે access_time 4:17 pm IST

  • કાલે ૧૫ ઓગષ્ટ દેશના તમામ શહેરોમાં એલર્ટ : યાત્રાધામો અને ધાર્મિક સ્થળો ઉપર સઘન -ચાંપતી નજર access_time 3:27 pm IST

  • નેપાળના રસ્તે ઘુષણખોરી કરનાર વિદેશી મહિલાની ધરપકડ ;બિહારના પૂર્વી ચંપારણ જિલ્લાના રકસોલ ક્ષેત્રમાં નેપાળના રસ્તેથી ભારતમાં ઘુસવા પ્રયાસ કરતી મહિલાને સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધી :મહિલા પાસે પૂરતા દસ્તાવેજ નથી access_time 1:09 am IST