Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

પ્રજા-ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફના પ્યારા જૂનાગઢ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનો આજે જન્મ દિવસ

રાજકોટ, તા. ૯ :. પ્રજા અને પોલીસ અધિકારી તથા પોલીસ સ્ટાફના પ્રિય એવા જૂનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ ઘનશ્યામસિંહ જાડેજાનો આજે જન્મ દિવસ છે. જન્મ દિવસની પૂર્વ સંધ્યાએથી જ તેમના પર ગુજરાતભરમાંથી અભિનંદન અનરાધાર વરસી રહ્યા છે. મૂળ રાજકોટના સુકીસાજળીયાળીના વતની પ્રદિપસિંહ જાડેજાનો સમગ્ર પરિવાર ખૂબ જ સુશિક્ષિત અને વિવિધ ઉચ્ચ હોદ્દાઓ ઉપર ફરજ બજાવી ચૂકયા છે.

જન્મ દિવસના એક દિવસ અગાઉથી જ ઉજવણીનું પ્લાનિંગ કોઈ ફાર્મ હાઉસ કે મોટી હોટલમાં કરવાના બદલે કોઈ સદકાર્યથી કરવું તેવી પરંપરાના ભાગરૂપે જૂનાગઢની માનસિક અને શારીરિક રીતે અશકત યુવતીની સારવાર કરાવીને કરનાર પ્રદિપસિંહ જાડેજાએ રાજકોટના ચેતન હાર્ડવેર પરિવારના યુવાનના અપહરણના આરોપીને પકડવા સાથે સંખ્યાબંધ અપરાધીઓને જેલ ભેગા કરવા સાથે ભાવનગરના ૩ - ૩ મર્ડરના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લઈ સજા કરાવવા સહિત અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.

રાજકોટના કાર્યકાળ દરમિયાન ખૂબ જ લોકોપયોગી કાર્યો કર્યા હતા. જેને લોકો આજે પણ યાદ કરે છે. લીંબડી ડીવાયએસપી, વડોદરાના મદદનિશ પોલીસ કમિશ્નર અને પોલીસ ઈન્સ્પેકટર તરીકે બજાવેલી ફરજને લોકો હજુ ભૂલ્યા નથી. તમામ સિનીયર આઈપીએસ અને તાબાના સ્ટાફમાં ભારોભાર માન ધરાવતા પ્રદિપસિંહ જાડેજા સંબંધોના માનવી છે.(મો. ૯૮૨૫૨ ૧૫૬૮૨)

(11:26 am IST)