Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

સાવરકુંડલા પાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઇ દોશીનો જન્મદિન

 

સાવરકુંડલા, તા.૮: નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઇ દોશીનો આજે તા.૮ના રોજ જન્મદિવસ છે.

સાવરકુંડલામાં જ ગ્રેજયુએશન પૂરું કરી રાજકીય ક્ષેત્રે નગરપાલિકાના બે ટર્મ સુધી સફળ પ્રમુખ તરીકે કામ કરી સાવરકુંડલા ને સુંદર અને સમૃદ્ઘ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું આ ઉપરાંત સાવરકુંડલા નાગરિક બેંકના એમડીઅને ચેરમેન ઙ્ગતરીકે પણ ખૂબ નોંધપાત્ર કામગીરી કરી નાગરિક બેંક ને ઉચ્ચકક્ષાએ ચોક્કસ મુકામ સુધી પહોંચાડી હતી આમ સમાજ સેવા ક્ષેત્રે સાવરકુંડલા શહેરમાં યુવાન વયે નોંધપાત્ર કામગીરી તો કરી જ હતી પરંતુ જ્ઞાતિ પ્રત્યે પણ એટલું જ સફળ યોગદાન રાજુભાઈ દોશીનું રહ્યું છે અને સમસ્ત વણિક સમાજના પ્રમુખ તરીકે જ્ઞાતિ ઉત્કર્ષ માટે પણ મહત્વનું યોગદાન આપી હાલ પ્રમુખ તરીકેની સેવા આપી રહ્યા છે.

સ્વભાવે સરળ અને પરોપકારી જીવ હોય શહેરીજનો માટે અનેક લોકોને ઉપયોગી બની એક મહત્વની મિશાલ કાયમ કરી છે ત્યારે વ્યવસાય ક્ષેત્રે પણ કંઈ પાછળ નથી રહ્યા મહુવા રોડ ખાતે આવેલ વિશાળ એકયુરેટ ઇલેકટ્રોનિક મોલ તેમજ હીરો બાઈકની ડીલરશીપ દ્વારા શહેરના અનેક લોકોને સંતોષ આપવામા સફળ રહયા છે. શહેરની બહાર દૂર એકયુરેટ મોલ આવેલ હોવા છતાં શહેરીજનોને આકર્ષવામાં ખુબ જ સફળ રહ્યા છે તો રાજુભાઈ પોતાની આવડત અને બુદ્ઘિ ક્ષમતાના ઉપયોગથી બાંધકામ ક્ષેત્રે પણ નોંધપાત્ર કામગીરી કરેલ છે અને પોતાના બિઝનેસને નવાજ મુકામ પર લઈ ગયા છે. આમ સાવરકુંડલાના દોઢ લાખ જનસમુદાયમાં અલગ જ તરી આવતા તરવરિયા યુવાને પત્રકાર ક્ષેત્રે પણ નોંધપાત્ર કામગીરી કરી અનેક દબાયેલા અને કચડાયેલા અવાજને જીવંત અને જાગૃત કરવામાં સફળ રહ્યા છે આવા તરવરિયા યુવાન નો આજે જન્મદિવસ છે ત્યારે સાવરકુંડલા શહેર અને દૂર-દૂરથી અનેક શુભેચ્છકો મિત્રો અને યુવાનનો રોલ મોડેલ એવા રાજુભાઇ દોશીને મો.નં. ૯૮૭૯૫ ૮૦૬૯૦ ઉપર જન્મદિવસની શુભકામનાઓ પ્રાપ્ત થઇ રહી છે.

(1:27 pm IST)
  • ભારતની વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદનને " વીરચક્ર " થી સન્માનિત કરાશે : આવતીકાલ 15 ઓગસ્ટના રોજ ઉજ્વાનારા ભારતના 73 માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દેશનું ત્રીજા નંબરનું સર્વોચ્ચ ગણાતું પદક આપી બહુમાન કરાશે access_time 12:16 pm IST

  • અરવલ્લી-દાહોદ-મહિસાગરમાં આવતીકાલે ગુરૂવારે અને શુક્રવારે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી : ઓડીશા અને બંગાળ ઉપર લો-પ્રેશર બંગાળ ઉપર લો પ્રેશર બનતા ભારે વરસાદની સંભાવના : આ ઉપરાંત મહેસાણા, બનાસકાંઠા, પાટણમાં પણ અતિ ભારે વરસાદ પડવા ચેતવણી અપાયેલ છે : કચ્છ - સૌરાષ્ટ્રમાં આ સમય દરમિયાન સામાન્ય - મધ્યમ વરસાદ રહેવા સંભવ : દક્ષિણ - મધ્ય ગુજરાતમાં ૨ દિવસ સામાન્ય વરસાદ રહેશે : માછીમારોને દરિયો નહિં ખેડવા તાકીદ કરાયેલ છે access_time 4:17 pm IST

  • અયોધ્યા કેસ મુદે સુપ્રિમમા સુનાવણી ચાલુ : બાબરના આદેશથી રામમંદિર તોડી પડાયાના પુરાવા છે? સુપ્રિમનો સવાલ : ૫ ઓગષ્ટથી શરૂ થયેલી આ સુનાવણીનો આજે ૬ઠો દિવસ છેઃ ગઇકાલની સુનાવણીમાં રામલલ્લા પક્ષના વકીલે તેમની દલીલો રાખી આજે પણ તેઓ જ તેમની વાત પર આગળ વધી રહયા છેઃ આ દરમિયાન કોર્ટે એકવાર ફરી રામલલ્લા પક્ષ પાસેથી જન્મભૂમિ પર કબ્જાના પુરાવા માંગ્યા હતા access_time 1:13 pm IST