Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

વાંકાનેર યુથ કોંગ્રેસના પ્રમુખ આબીદ ગઢવાળાનો જન્મદિવસ

વાંકાનેર તા ૫  : તાલુકાના લીબાળા ગામે ખેડુત પરીવારમાં જન્મેલા આબીદ ગઢવાળા ખેતી, પશુપાલન અને જમીનના વ્યવસાય સાથે સંકળાયેલ છે. ગ્રેજયુએટ સુધીનો અભ્યાસ પૂર્ણકરેલ છે તેઓનો આજે જન્મદિવસ છે.

કોંગ્રેસના કાર્યકર તરીકે કામગીરી શરૂ કરનાર આબીદ ગઢવાળા આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ શોસ્યલ મીડીયાના પ્રદેશ કો-ઓડીનેટરની ફરજ બજાવી રહયા છે. સાથે વાંકાનેર શહેર તથા તાલુકાના ગરીબ અને પછતા વર્ગના લોકોના પ્રશ્નોનો નિકાલ કરાવવા સતત સક્રિય પણે ફરજ બજાવતા સમાજના તમામ વર્ગોમાં લોક ચાહના મેળવી છે. તેમના  જન્મ દિવસે ઠેર-ઠેરથી શુભેચ્છાઓ મો.નં. ૦૯૭૧૪૮ ૯૯૩૫૭ ઉપર મળી રહી છે. (૩.૭)

 

(12:06 pm IST)