Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

વજુભાઈ વાળાના અંગત સચિવનો જન્મદિન

સર્વના સર્વકાલીન સાથી તેજસ ભટ્ટીનો જન્મદિન

રાજકોટઃ કર્ણાટકના રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળાના અંગત સચિવ તરીકે ફરજ બજાવતા શ્રી તેજસ ભટ્ટીનો જન્મ તા. ૫ ઓગષ્ટ ૧૯૭૩ના દિવસે થયેલ. આજે યશસ્વી જીવનના ૪૭માં વર્ષની ડોર બેલ વગાડી છે.

બહુમુખી પ્રતિભા ધરાવતા શ્રી તેજસ ભટ્ટી વિદ્યાર્થીકાળથી જ જાહેર જીવન સાથે સંકળાયેલા છે. રાજકોટની અનેક સંસ્થાઓની સેવાકીય અને યુવાલક્ષી પ્રવૃતિમાં તેમનું મહત્વનું યોગદાન રહ્યુ છે. વિદ્યાર્થીઓને લગતા આંદોલનોમાં તેમણે પ્રભાવક નેતૃત્વ પુરૂ પાડેલ. તેમના સબંધોનું વર્તુળ ખૂબ મોટુ હોવાથી સર્વના સર્વકાલીન સાથી તરીકે ઓળખાય છે. તેમને હેપ્પી બર્થ ડે...

ફોન નં. ૦૮૦-૨૨૨૫૪૧૦૨, મો. ૯૮૨૪૧ ૧૬૪૧૪ - બેંગ્લોર

(12:05 pm IST)