Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

ગુજરાતના નિવાસી કમિશનર આરતી કંવરનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતના રેસીડેન્ટ કમિશનર તરીકે નવી દિલ્હીમાં કાર્યરત આરતી કંવરનો જન્મ ૧૯૭૫ના વર્ષની ૫ ઓગષ્ટે થયેલ. આજે ૪૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મૂળ હિમાચલ પ્રદેશના વતની અને ૨૦૦૧ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે.આરતી કંવર ભૂતકાળમાં જામનગર જિલ્લા વિકાસ અધિકારી, રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર, ભરૂચમાં જિલ્લા કલેકટર, રાજ્યના કોમર્શીયલ ટેક્ષના સ્પેશ્યલ કમિશનર, સર્વશિક્ષા અભિયાનના રાજ્ય નિયામક વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૧૧-૪૬૨૭૩૨૦૦, મો. ૯૯૯૯૯ ૭૮૦૦૧ નવી દિલ્હી

(12:04 pm IST)
  • થોડા વિરામ પછી ભાવનગરમાં ભારે વરસાદ : ભાવનગરમાં બપોર પછી પડેલા વરસાદથી શહેરના માર્ગો પર પાણી ભરાયા access_time 11:52 pm IST

  • જમ્મુ-કાશ્મીરમાં પૂર્વ આઇએએસ અધિકારી શાહ ફૈઝલની ધરપકડ : તેઓ પીપલ્સ મુવમેન્ટ પાર્ટીના અધ્યક્ષ છે અને ૩૭૦ મી કલમ હટાવવાનો વિરોધ કરેલ આમ કાશ્મીરના વધુ એક અલગાવવાદી નેતાની અટક છે access_time 4:18 pm IST

  • અમિત શાહના નેતૃત્વનાં ત્રણ રાજયોમાં ચુંટણી યોજાશે : ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણા બીજેપીની દ્રષ્ટિએ ખુબજ અગત્યના access_time 4:19 pm IST