Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

શહેર યુવા ભાજપ મંત્રી કુલદિપસિંહ જાડેજાને આવતીકાલે જન્મદિવસ

રાજકોટઃ શહેર યુવા ભાજપ મંત્રી કુલદિપસિંહ જાડેજા આવતીકાલે ૩૧ વર્ષની મંઝીલ તય કરી ૩૨માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. મોરબી તાલુકાના ખાનપર ગામના વતની અને રાજકોટમાં તા.૪/૮/૧૯૮૮ના રોજ જન્મેલા જાડેજા યુવા ભાજપમાં શહેર યુવા ભાજપમાં મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. દર વર્ષે રાજકોટ શહેરમાં અનોખા ગણપતિ ઉત્સવનું આયોજન છેલ્લા ૧૦ વર્ષથી યુનિવર્સિટી રોડ પર જે.કે.ચોક ખાતે કરે છે. જયાં પંડાલમાં જીવતા સફેદ ઉંદરો ગણપતિની મુર્તિની આજુબાજુ ફરતા હોય તેવું પ્રદર્શન સૌરાષ્ટ્રમાં પ્રથમ તેમણે કરેલ. કુલીદિપસિંહના જન્મદિનની પૂર્વ સંધ્યાએ જ તેઓને મો.૯૭૩૭૮ ૦૦૦૦૦ ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(11:35 am IST)