Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

ઢાંકના પત્રકાર ભુપતગીરીનો જન્મદિન

ઢાંક તા. ૩ :.. પત્રકાર ભુપતગીરી દયાગીરી ગોસ્વામીનો કાલે જન્મ દિવસ છે. તેઓ ૬૦ વર્ષમાં પ્રવેશ કરી રહેલા છે. તેઓ યુવા વયથી જ પત્રકારત્વ સાથે જોડાઇને અખબારના માધ્યમ દ્વારા લોક પ્રશ્નોને વાંચા આપી રહ્યા છે.  ગ્રામ્ય વિસ્તારના લોકોના પ્રશ્નોને વાંચા આપી કલમની તાકાતના દર્શન કરાવ્યા છે. તેઓ પત્રકારત્વના નૈતિક મુલ્યો, સિધ્ધાંતો તથા શુધ્ધ વ્યવહાર કર્તા અને બહોળો મિત્ર સમુદાય ધરાવે છે.

ઢાંક દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ, ઢાંક ગ્રામ પંચાયતના માજી સદસ્ય, વેપારી અગ્રણી તેમજ વિવિધ સંસ્થાઓમાં સેવા બજાવી રહ્યા છે. રાજકોટ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ઢાંક પંથકમાં નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરી રહ્યા છે. તેમના જન્મ દિવસે અભિનંદન મળી રહ્યા છે. તેમનો મો. ૮ર૦૦૧ ર૭૦૪૪ ઉપર શુભેચ્છાઓ મળી રહેલ છે.

(11:32 am IST)