Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

યોગેશ ભોજાણીનો આજે જન્મદિવસ

ગોંડલ તા.૧૫: આજે ગોંડલના ફોટોગ્રાફર યોગેશભાઇ ભોજાણીનો જન્મદિવસ છે. છેલ્લા ત્રણ દાયકાથી યોગેશભાઇ મધુભાઇ ભોજાણી ફોટોગ્રાફી અને એડવોકેટ ક્ષેત્રમાં કાર્યરત છે. આજે તેમનો ૫૧માં વર્ષમાં પ્રવેશ થયો છે. યોગેશભાઇ ભોજાણીએ નરેન્દ્રભાઇ મોદી , વિજયભાઇ રૂપાણી, અજય દેવગણ, જયા બચ્ચન મિથુન ચક્રવર્તી, પ્રભુદેવા, શકિત કપૂર, એશ્વર્યા રાય, બાબા રામદેવ સ્વામી, સહિતનાના કાર્યક્રમોના ફોટોગ્રાફી કરી છે.  ગોંડલના બિલડીમાં ફોટોગ્રાફી સમયે યોગેશભાઇ ભોજાણી ઉપર સિંહે હુમલો કર્યો હતો.  તેમના જન્મદિને મો. ૯૪૨૬૨ ૮૯૪૯૪ ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(11:39 am IST)