Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી બીપીનભાઈ દવેનો જન્મદિવસ

હળવદ, તા.૧૪: કચ્છ જિલ્લા ભાજપ ના પ્રભારી અને પ્રદેશ ભાજપ અગ્રણી બીપીનભાઈ દવે નો આજે જન્મદિવસ છેે. જન્મઃ ૧૪-૧૦-૧૯૫૬ ના રોજ થયો હતો પોતાના જીવન ના ૬૩ વર્ષ પુરા કરી ૬૪ માં વર્ષ માં પ્રવેશ કરી રહ્યા છે.  નાનપણ થી જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલ છે  સંઘની દ્રષ્ટિએ તૃતીય વર્ષ શિક્ષિત સ્વયંસેવક છે અને મોદી સાથે ઓ.ટી.સી વર્ગ નું શિક્ષણ પ્રાપ્ત કરેલ દવે જાહેર જીવનમાં સતત સંકળાયેલા છે જેમ કે બિનવારસી લાશ ના અંતિમ સંસ્કાર કરવાના હોય કે કોઈ ગંભીર અકસ્માત થયો હોય કુદરતી આફત આવી પડી હોય તો સેવાકાર્ય માં લાગી જાય અને મોરબી મચ્છુ હોનારત વખતે ઙ્ગપણ સતત ૮ દિવસ સેવાકાર્ય માં જોડાયા હતા... જયારે દેશ માં કટોકટી (ઇમરજન્સી) નો કાળો કાયદો લાગી દેવા માં આવ્યો હતો તે વખતે પણ સાથી કાર્યકર્તાઓ સાથે જેલવાશ ભોગવ્યો હતો... જનસંદ્ય સમયે સક્રિયતા થી કાર્ય કરી અને ઙ્ગજનસંદ્ય માં વિવિધ જવાબદારી સંભાળી અને ભારતીય જનતા પક્ષની સ્થાપના ૧૯૮૦ માં થઇ ત્યાર થી અત્યાર સુધી પક્ષ માં તાલુકા મહામંત્રી થી લઈ જિલ્લા ભાજપ ના પ્રમુખ સુધી વિવિધ મહત્વની જવાબદારી સંભાળી જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ ના પ્રમુખ તરીકે ૨ ટર્મ અને મોરબી જિલ્લા ભાજપ ના પ્રમુખ તરીકે ૧ ટર્મ જવાબદારી સંભાળેલ અને પ્રદેશ ભાજપ સંગઠન ના દિગ્ગજ નેતાઓ સાથે કામ કરવાની તક મળેલ છે અને હાલ કચ્છ જિલ્લા ભાજપ ના પ્રભારી તરીકે પ્રદેશ ભાજપ દ્વારા જવાબદારી સોંપી છે બી.એ , બી.એડ સુધી નો અભ્યાસ કર્યો છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય તરીકે સેવા આપી ચુકયા છે અને હળવદ નગર પંચાયત હતી તે સમયે સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને છેલ્લે એસ.ટી નિગમ ના ડાયરેકટર તરીકે સેવા આપેલ હાલ સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટ માં ટ્રસ્ટી તરીકે પણ જવાબદારી સાંભળે છે પરિવારના સભ્યો નો ખુબ જ સહયોગ મળતો આવ્યો છે ઙ્ગજન્મદિવસ નિમિતે પત્રકાર ઙ્ગહરીશ ભાઈ રબારી, દિનેશભાઈ રબારી, ઙ્ગહમીર સાવધરીયા સહિતના અનેક ઙ્ગશુભેચ્છકો ૯૮૨૫૫૨૧૨૩૯ પર શુભેચ્છાઓનો વરસાદ વરસાવી રહ્યા છે.

(11:46 am IST)