Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

બાન લેબ્સના મૌલેશભાઈનો આજે જન્મદિવસ

વિચાર - વિનય અને વાણીથી સમૃદ્ધ અને પ્રેરણારૂપ દીર્ઘદૃષ્ટિથી પોતાના ઔદ્યોગિક એકમને વિશ્વ ફલક ઉપર વિસ્તરતાઃ ૪૬ સંસ્થાઓમાં અમૂલ્ય યોગદાનઃ ભગવાન દ્વારકાધીશજીના પરમભકત ઉપર અભિનંદનવર્ષા

રાજકોટ : પ્રમાણિક માણસના કાર્યો મૂલ્યલક્ષી હોય છે. તેથી તે સમૃદ્ઘ હોય છે. માત્ર પાટીદાર સમાજના નહીં પરંતુ સૌના પ્રિય, વિચારથી-લાગણીથી સમૃદ્ઘ, વિનય, વાણી-વર્તન, વ્યવહારમાં અન્ય માટે પ્રેરણારૂપ ભગવાન શ્રી દ્વારકાધીશના અનન્ય ભકત મનનો માલેતુજાર માનવી, પોતાની આગવી સૂઝબૂઝથી, દીર્ઘદ્રષ્ટિથી પોતાનું ઔદ્યોગિક એકમ બાનને વિશ્વના ફલક ઉપર વિસ્તારનાર મૌલેશભાઈ ઉકાણી. એ માણસે અનેક સેવા સંસ્થાઓને ટેકો આપ્યો છે. વાસ્તવિક અર્થમાં પોતાની લક્ષ્મીને મહાલક્ષ્મીમાં પરિવર્તિત કરી છે.

મુલ્યો અને આદર્શો સાથે જીવતા, ભારોભાર હકારાત્મકતા અને ઉર્જાથી ભરપુર મૌલેશભાઈ જીવનમાં ચાર સિદ્ઘાંતો માને છે. અનૂકૂળ થવું, મનગમતું મૂકવું, ઘસાવું અને સહન કરવું. આ ચારેય સિદ્ઘાંતો એમણે પોતાના જીવનમાં ઉતાર્યા છે.

ડોકટરી જેવા વ્યવસાયને માનવ સેવામાં તબદીલ કરનાર કંપનીના આદ્યસ્થાપક પથદ્રષ્ટા ડો. ડાહ્યાભાઈ પટેલ - ખ્યાતનામ આયુર્વેદ તબીબે રાજકોટને પોતાનું કર્મક્ષેત્ર બનાવી ભારતીય ઔષધ નિર્માણશાળાના નામે મુકેલી ઈંટ પર તેમના પુત્ર મૌલેશભાઈ એ એક વિરાટ ઈમારત ખડી કરી. જે આજે બાન લેબ્સના નામે વિશ્વભરમાં સફળતાના અનેક સીમાડાઓ સર કરી ચૂકી છે.

જે સંસ્થા કંપની આસમાની બુલંદીઓના સીમાડાઓ પાર કરી ચૂકી હોય, સર કરી ચૂકી હોય અને તેમના મોભીઓ હજી જમીન સાથે જોડાયેલા જ હોય, એટલે આ વિરાટ સફળતામાં પણ માનવતાની સોડમ બરકરાર છે એ વાતની સાબિતી મૌલેશભાઈના બાન લેબ્સ ઉપરાંતના કાર્યક્ષેત્રો તેમની સમાજ પરત્વે ઋણ અદ્ય કરવાની તત્પરતા, તેમનો કેટલાય સામાજિક સંસ્થાઓ સાથે એકટીવ એસોશીએસન્સ હોવા છતા તેમજ સમગ્ર પરિવારની સાલસત્ત્।ા અને સરળતા જોતા જ મળે છે. તેઓ ભગવાન શ્રી દ્વારકાધીશના પરમ ભકત છે.

મૌલેશભાઈ લગભગ ૪૬ જેટલી સામાજીક સંસ્થાઓમાં હોદ્દેદાર તરીકે જોડાયેલા છે, અને તેમનું અમૂલ્ય યોગદાન છે. મૌલેશભાઈના મૌલિક, સંવેદનાસભર અને વિલક્ષણ વિચારો આકાર પણ પામ્યા અણમોલ જિંદગી નામના ખુબ જ સુંદર પુસ્તક સ્વરૂપે, પુસ્તકની પ્રગટવેળાએ કલ્પના પણ નહોતી કે આવો અપ્રતિમ પ્રતિસાદ સાંપડશે, જે પ્રતિસાદના પરિણામરૂપે પુસ્તકનો બીજો ભાગ પણ પ્રકાશિત થયો, જિંદગીને રંગીન અને સંગીન બનાવતા ફંડાઓ, આવી સરળ શૈલીમાં, લોકોની સ્વીકૃતિ ન મળે તો જ નવાઈ!

દેવાધિદેવ ભગવાન શ્રી દ્વારકાધીશજી પ્રત્યે અપાર અને અતૂટ શ્રદ્ઘા તેમજ સમર્પિતતાના ભાવ સાથે મૌલેશભાઈ ખુબ જ લાગણીશીલ બનીને કહે છે કે માલિકોના માલિક દ્વારકાધીશજી છે, અમે તો ફકત તેમના વતી સંચાલન કરી શકીએ, ભગવાન શ્રી દ્વારકાધીશજીના શુભાશીર્વાદ જ સફળતાનું ખરૃં કારણ છે. સદાય સ્વનો નહિ પણ સર્વનો વિચાર કરતા રહે શ્રી મૌલેશભાઈને જન્મદિને શુભેચ્છકો અનરાધાર શુભેચ્છા પાઠવી રહ્યા છે. (શ્રી મૌલેશભાઈ ઉકાણી - મો.૯૮૨૪૪ ૦૦૯૦૦)

તકદીર સે તબ હમે હિસ્સા મિલતા હૈ, પ્યાર ભરા જબ કોઈ રિશ્તા મિલતા હૈ, રોશન હો જાતી હૈ સારી જિંદગી, જબ રિશ્તો મે આપ જૈસા ઈન્સાન મિલતા હૈ.

મૌલેશભાઈની આ વર્ષની સર્વોચ્ચ સિદ્ઘિઓ

સિદસર ઉમિચાધામ ટ્રસ્ટમાં ચેરમેન તરીકે વરણી :  સમસ્ત કડવા પાટીદારના કુળદેવી માં ઉમિયા માતાજીનો મહિમા છે, જયાં સિદસરધામમાં શ્રી ઉમિયા માતાજી બિરાજમાન છે. ઉમિયાધામ ટ્રસ્ટ સિદસરના ચેરમેન તરીકે તેમની નિમણુંકથી સમાજને શ્રેષ્ઠ સેવા કરવાના ધ્યેય સાથે એક નવી જવાબદારી સ્વીકારી.

દ્વારકા જગત મંદિરમાં ટ્રસ્ટી બન્યા :  સીધુ-સાહુ જીવન જીવવાવાળા મૌલેશભાઈ દ્વારકા જગત મંદિરના ટ્રસ્ટી તરીકેની નિમણુકે તેમની સુર્વણસમી સર્વોચ્ચ સિદ્ઘિમાં ઉમેરો થયો.

સૌથી વધુ કિંમતે સેસા બ્રાન્ડ વહેચાઈ : જેમનું જીવન જેટલું સરળ છે તેટલું જ સાત્વિક એવા મૌલેશભાઈએ બાન લેબ્સની અસંખ્ય પ્રોડકટમાની એક સેસા બ્રાન્ડ આ વર્ષે મોટી કિંમતમાં વહેંચાઈ.

સૌથી વધુ એડવાન્સ ટેકસ ભરવા બદલ ભારત સરકાર દ્વારા સન્માન : મૌલેશભાઈ નો સ્વભાવ શરૂઆતથી જ ઉદારતા-નિષ્ઠા અને પ્રમાણિકતાથી ભરપુર છે, તેઓએ સૌથી વધુ એડવાન્સ ટેકસ ભરીને સરકાર પ્રત્યેની ફરજ બજાવીને પ્રમાણિકતાનું દૃષ્ટાંત રજું કરયું છે. તેથી જ ભારત સરકાર દ્વારા એમને સન્માનિત કરવામાં આવ્યા છે.

(11:37 am IST)