Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

જીવતુ જાગતુ જ્ઞાન ગુગલ અને ફિલ્મી દુનિયાની હરતી-ફરતી યુનિવર્સિટી કટાર લેખક

કાલે લેખક જય વસાવડાનો જન્મદિન

પ્રભાસપાટણ તા.૫: ગુજરાતી અખબારો-મેગેઝીનોના ગુજ્જુ વાંચક રાજાઓ ઉપર વરસોથી રાજ કરતા સુપ્રસિધ્ધ કટાર લેખક અને આરંભથી અંત સુધી શ્રોતાઓને જકડી રાખતા એવા શ્રેષ્ઠ વકતા જય વસાવડા તેમની સફળત્તમ જીંદગીના ૪૫ વરસ પૂર્ણ કરી કાલે તા.૬ ઓકટોબરે ૪૬માં વર્ષમાં પ્રવેશ કરશે.

તા.૬ ઓકટોબર ૧૯૭૩ના રોજ રાજકોટના ગોંડલ મુકામે જન્મેલ તેઓએ શાળામા ગયા વીના જ ઘેરે પ્રાથમિક શિક્ષણ મેળવ્યુ અને માત્ર ૨૭ વરસની ઉંમરે મેનેજમેન્ટ કોલેજના પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવી છે છેલ્લા ૨૩ વરસથી દૈનિક વર્તમાનપત્રની સાપ્તાહિકપૂર્તિઓ નિયમીત લેખો લખે છે. જે ૭૦ લાખથી વધુ વાંચકો સુધી પહોંચ્યા છે તેમના ૨,૦૦,૦૦૦ ફોલોઅર્સ અને મિત્રો ફેઇસબુક-ઇન્સ્ટ્રાગ્રામ-ટ્વીટર અને યુટયુબ ઉપર છે.

તેમના ૩૩૦૦ થી વધુ લેખો પ્રકાશિત થયા છે અને ૫૦૦૦ થી પણ વધુ વકતવ્ય સાત સમંદર પાર વિદેશોમાં આપ્યાં છે તેમના લખેલા ૧૫ પુસ્તકો પ્રકાશિત થયાં છે જેમાં ''જય હો'' ''જે એસ કે'' ''મમ્મી-પપ્પા'' ''પ્રિત ક્રીયે સુખ હોય''ની ૨૦,૦૦૦ થી વધુ નકલો વેંચાઇ છે જે ગુજરાત પુસ્તક વેંચાણનું ગૌરવ છે.

૨૦૦૪માં યુ.એસ.એ.ની મુલાકાત પ્રથમ ત્યાર બાદ વકતા અને લેખક તરીકે યુ.કે.જર્મની, ઇઝરાયેલ,દુબઇ, થાઇલેન્ડ, સીંગાપુર, નેધરલેન્ડ, ફ્રાન્સ,કેનેડા, ઇટલી, સ્વીઝરલેન્ડ, કેન્યા, ન્યુઝીલેન્ડ, ઓમાન, ગ્રીસ,હોલેન્ડ,કમ્બોડીયા સહિતના દેશોમાં વારંવાર વકતવ્ય આપવા જઇ ચૂકયા છે.

અનેક ટી.વી.ટોક અને રેડીયો વાર્તાલાપનું સંચાલન કરી ચુકયા છે તેમના ઘરમાં ૧૮૦૦૦ થી વધુ બુકો અને ૫૦૦૦ થી વધુ સીડી, ડીવીડીનો જ્ઞાનવૈભવ સચવાયો છે.

ર્સ્પોટસ,વિજ્ઞાન,ધર્મ,રાજકારણ કે સાંપ્રત પ્રવાહો ઉપર ડંકે કી ચોટ અને મજબૂત આત્મવિશ્વાસથી તેઓ વકતવ્ય આપી શકે છે અને શ્રોતાઓને ગરમા ગરમ શીરાની માફક ગળે પણ ઉતરાવી શકે છે.

રાજકોટની ભાલોડીયા કોલેજમાં બે વરસ તેમણે લેકચરર અને ત્રણ વરસ પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવી છે.

ફિલ્મી દુનિયા લેખન-વકતવ્ય ઉપર તેમની જબરદસ્ત પકડ છે. મુંગી ફિલ્મના યુગથી ડોલ્બી સાઉન્ડ યુગ સુધીની ફિલ્મો તેના કલાકારો-ગાયકો-કથાઓ તેમને કડકડાટ મોઢે છે અને આજે પણ નવી રીલીઝ થતી ફિલ્મો પ્રથમ દિવસે જાતે જોઇ તેનું તલસ્પર્શી અવલોકન લખતા રહે છે.

શ્રોતાઓ-વાંચકોને તેના વકતવ્યમાં જે તે પ્રસંગનું શબ્દચિત્ર સાથે હૂબહૂ વર્ણન એવી સચોટ રીતે રજુ કરે છે કે તે યુગને જીવંત કરે છે.

તેઓ જે ગામ વકતવ્ય આપવા જાય ત્યાં પ્રવચન સ્થળે બેઠેલા તેમના જાણીતા હોય તેવા આઠથી દસ નામો તેના પ્રવચનમાં નામ સાથે ઉલ્લેખ કરે તેવી છે તેની નમ્રતા. વકતવ્યમાં શહેર સંસ્થા જે માટે જાણીતી હોય તેના ઇતિહાસને ઉજાગર કરે અને શ્રોતાઓને પુરાણ-રાજકીય-દેશોના કલાકારોના રમતવીરોના અને ઇતિહાસના સચોટ દ્રષ્ટાંતો સાથે વિષયની સુંદર પ્રસ્તુતિ તેની લાજવાબ માસ્ટરી છે. 

મો.૯૮૨૫૪ ૩૭૩૭૩, Email-  JAYVAZ@gmail.com

(11:40 am IST)