Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

જાગૃત પ્રહરી કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાનો જન્મ દિવસ

રાજકોટ :.. ર૪ કલાક હાથવગા સમાજ સેવક જાગૃત પ્રહરી અને મુળ વાંકાનેર તાલુકાના ખેરવા હાલ રાજકોટના ગજેન્દ્રસિંહ ઝાલાનો આજે પ૧ મો જન્મ દિવસ છે.

ત્રણ-ત્રણ સફળ સર્જરી બાદ હાલ સ્વસ્થ છે. ૧ મહિનાના આરામની સલાહ બાદ તેઓ પુનઃ વિપક્ષ કાર્યાલયે લોકોના વ્યાજબી પ્રશ્નો અંગે તંત્રને ઢંઢોળશે. છેલ્લા રપ વર્ષોથી કોંગ્રેસમાં અનેક લોક કાર્યો કર્યા છે.

૪૯ વખત સ્વૈચ્છિક રકતદાન કરી જરૂરીયામંદ દર્દીઓના આશીર્વાદ મેળવ્યા રાજકોટ શહેર/જિલ્લા વાલીમંડળના ઉપપ્રમુખ રાજકોટ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ સહિતની અનેક સામાજીક સંસ્થાઓમા તેઓની સામેલગીરી નોંધપાત્ર પરીણામો લાવી છે આજે તેઓના જન્મદિવસે મો.૯૪ર૬ર ર૯૩૯૬ પર મિત્રો, કોંગી કોર્પોરેટરો શુભેચ્છકો દ્વારા તંદુરસ્તી પરત મળે અને બર્થડે શુભેચ્છા પાઠવી છે અતુલ રાજાણી, દિલીપ આસવાણી, એડવોકેટ હિંમતભાઇ લાબડીયા, એ.વી. જોષી, ચંદ્રેશ રાઠોડ, ઇબ્રાહીમ સોરા, વિપુલ શા, સરલાબેન પાટડીયા, હીનાબેન વાડોદરીયા જયોત માઢકે અભિનંદન પાઠવેલ છે.

(4:01 pm IST)