Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

રાજકોટ વિધાનસભા- ૭૦ આઈ.ટી. મીડિયાના ઈન્ચાર્જ શૈલેષ ડાંગરનો કાલે જન્મદિન

રાજકોટઃ  સદાય હસમુખો ચહેરો, ધરાવતા છોટે બાપલીયા તરીકે જાણીતા રાજકોટ વિધાનસભા-૭૦ આઈ.ટી.મીડિયા ઇન્ચાર્જ,  રાજકોટ શહેર ભાજપના અગ્રણી અને વોર્ડ નં.૧૩ના પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર અને હાઉસીંગ ઈમ્પ્રુવમેન્ટ અને કલીયરન્સ કમિટી ચેરમેન જયાબેન ડાંગરના પુત્ર શૈલેષ ડાંગરનો આવતીકાલે જન્મદિવસ છે. તા.૧૬/૦૬/૧૯૯૦ના રોજ જન્મેલા શૈલેષભાઈ યશસ્વી જીવનના ૨૯ વર્ષ પૂર્ણ કરી ૩૦માં વર્ષમાં પ્રવેશી રહયા છે.

શ્રી શૈલેષ ડાંગર આહિર સમાજની વિવિધ સંસ્થાઓ ટ્રસ્ટી ધ્રોલ આહિર કન્યા છાત્રાલય, આહિર યુવા સમૂહલગ્ન સમિતિના સભ્ય, અખિલ ગુજરાત આહિર યુવા ગ્રુપ, ખોડીયાર ગરબી મંડળ તથા મુરલીધર યુવા ગ્રુપ, સહીત સાથે સંકળાયેલા છે. મેમ્બર શ્રી દેવાયતબાપા બોદર વીર સપૂત આહિર સમાજ રાજકોટ અહીર સમાજના વીર સપૂત શ્રી દેવાયતબાપા બોદરની પ્રતિમાની માવડી ચોકડી ખાતે અનાવરણવિધિમાં  મોટી ભૂમિકા અદા કરી હતી.

વોર્ડ નં.૧૩ના યુવા ભાજપ અધ્યક્ષ તથા રાજકોટ શહેર યુવા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ તરીકે સફળ કામગીરી કરનાર શૈલેષભાઈ હાલમાં વિધાનસભા-૭૦ આઈ.ટી.મીડિયા ઇન્ચાર્જ તરીકેની જવાબદારી વહન કરી રહયા છે. સફળ અને મિલનસાર સ્વભાવના કારણે બહોળું મિત્ર મંડળ ધરાવતા ડાંગર યુવાનીમાં ભાજપના ભગવા રંગે રંગાઈને અનેક યુવા મિત્રોને ભાજપમાં સક્રિય કરવામાં તેઓનો નોંધપાત્ર ફાળો છે. શૈલેષભાઈ (મો.૯૯૭૪૩ ૪૩૬૪૩) પર જન્મ દિવસની શુભેચ્છાનો વરસાદ થઇ રહ્યો છે.

(11:19 am IST)
  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST

  • દિલ્હીના મંત્રી ઇમરાન હુસૈનને જાનથી મારી નાખવાની ભાજપના ધારાસભ્યે ધમકી દીધીઃ પર્યાવરણમંત્રી ઇમરાને ઈંદ્રપ્રસ્થ પોલીસ સ્ટેશનમાં ભાજપના ધારાસભ્ય મનિન્દરસિંહ સિરસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી :સરકારી કામમાં ખલેલ પહોચાડયાનો પણ આક્ષેપ access_time 12:57 am IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST