Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

સામાજિક ન્યાય વિભાગના સંયુકત સચિવ ડી.એસ. ગઢવીનો જન્મદિન

રાજકોટઃ. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સંયુકત સચિવ તરીકે ફરજ બજાવતા આઈ.એ.એસ. (૨૦૦૮) કેડરના અધિકારી શ્રી દિલીપ એસ. ગઢવીનો જન્મ તા. ૧૪ જૂન ૧૯૬૬ના દિવસે થયેલ. આજે ૫૪માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ મૂળ મહેસાણા જિલ્લાના બેચરાજીના વતની છે. પ્રાથમિક શિક્ષણ ધ્રોલ અને કોટડાસાંગાણીમાં મેળવ્યું હતું. અગાઉ અનુસૂચિત જાતિ વિકાસ નિગમમાં મેનેજીંગ ડીરેકટર, ડાંગ જિલ્લા વિકાસ અધિકારી વગેરે પદ પર ફરજ બજાવી ચૂકયા છે. હાલ ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના મેનેજીંગ ડીરેકટર તરીકે પણ વધારાનો હવાલો તેમના હસ્તક છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૪૮૧૭, મો. ૯૯૭૮૪ ૦૦૪૯૧ - ગાંધીનગર

(10:21 am IST)