Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો જન્‍મદિનઃ ૫૮માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ રાજ્‍યના રાજ્‍યકક્ષાના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાનો જન્‍મ તા. ૧૧ જૂન ૧૯૬૨ના દિવસે થયેલ. આજે ૫૮માં વર્ષની કેડીએ કદમ માંડયા છે. તેઓ ગૃહ ઉપરાંત કાયદો, પ્રોટોકોલ, દેવસ્‍થાન, પોલીસ હાઉસીંગ, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓનું સંકલન, જેલ વગેરે વિભાગો પણ સંભાળી રહ્યા છે. ધારાસભામાં અમદાવાદના વટવા મતક્ષેત્રનું પ્રતિનિધિત્‍વ કરી રહ્યા છે. ભૂતકાળમાં અમદાવાદના કોર્પોરેટર, યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ, જી.એન.એફ.સી.ના ચેરમેન વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૨૬૬

મો. ૯૮૨૪૧ ૦૦૯૨૦ - ગાંધીનગર

(10:41 am IST)
  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર સુજાત બુખારીની ગોળી મારીને હત્યા : જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. તેઓ 'રાઇઝિંગ કાશ્મીર' અખબારના સંપાદક હતા. : સત્તારૂઢ પીડીપી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી) ના નઇમ અખતરે જણાવ્યું,કે જ્યારે ઓફિસમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ તેમને ગોળી મારી હતી. access_time 8:36 pm IST

  • દિલ્હીના મંત્રી ઇમરાન હુસૈનને જાનથી મારી નાખવાની ભાજપના ધારાસભ્યે ધમકી દીધીઃ પર્યાવરણમંત્રી ઇમરાને ઈંદ્રપ્રસ્થ પોલીસ સ્ટેશનમાં ભાજપના ધારાસભ્ય મનિન્દરસિંહ સિરસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી :સરકારી કામમાં ખલેલ પહોચાડયાનો પણ આક્ષેપ access_time 12:57 am IST