Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

એડવોકેટ એન્ડ નોટરી કેતન વી. મંડનો જન્મ દિવસ : ૪૧ માં વર્ષમાં યશસ્વી પ્રવેશ

રાજકોટ તા. ૧૦ : જાણીતા એડવોકેટ અને તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિયકુત થયેલ કેતન વી. મંડનો આજે જન્મ દિવસ છે. મુળ વડાળી ગામના વતની અને રાજકોટને કર્મભુમી બનાવનાર રેવન્યુ ક્ષેત્રે યશસ્વી પ્રેકટીસ ધરાવતા કેતનભાઇ નિવૃત્ત તલાટીમંત્રી વાજસુરભાઇ મંડના પુત્ર થાય છે. જાણીતા ધારાશાસ્ત્રી રાજશીભાઇ વારોતરીયાની દોરવણી હેઠળ વકીલાત ક્ષેત્રે ઝળહળતી સિધ્ધી હાંસલ કરી લેનાર કેતનભાઇ મંડ સેવાભાવી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે અને બહોળુ મિત્રવર્તુળ ધરાવે છે. રમત ગમત ક્ષેત્રે ક્રિકેટમાં પણ સારી ફાવટ ધરાવે છે. સફળ જીવનના ૪૧ માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ કેતનભાઇ (મો.૯૮૨૪૮ ૮૫૩૪૬) ને ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(11:57 am IST)
  • મુંબઈમાં ત્રણ દિવસ વાદળાઓ છવાશેઃ હળવો વરસાદ પડશેઃ મુંબઈમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાદ બે જગ્યાએ હળવો વરસાદઃ કાલે સાંજે હળવો વરસાદ પડશેઃ મુંબઈવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળશેઃ શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટાછુટીની સંભાવના access_time 11:30 am IST

  • દિલ્હીના મંત્રી ઇમરાન હુસૈનને જાનથી મારી નાખવાની ભાજપના ધારાસભ્યે ધમકી દીધીઃ પર્યાવરણમંત્રી ઇમરાને ઈંદ્રપ્રસ્થ પોલીસ સ્ટેશનમાં ભાજપના ધારાસભ્ય મનિન્દરસિંહ સિરસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી :સરકારી કામમાં ખલેલ પહોચાડયાનો પણ આક્ષેપ access_time 12:57 am IST

  • અમદાવાદના મહિલા મેયર તરીકે બીજલ પટેલઃ અમોલ ભટ્ટ સ્ટેન્ડીંગ ચેરમેનઃ ડે. મેયર તરીકે દિનેશ મકવાણાની વરણીઃ શાસક પક્ષના નેતા તરીકે અમિતભાઇ શાહને જવાબદારી access_time 11:32 am IST