Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

યુવા સેના ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ પ્રદ્યુમનસિંહ ઝાલાનો કાલે જન્મદિન

રાજકોટ તા. ૭ : માનવતાવાદી પ્રવૃત્તિઓ માટે સ્થપાયેલ યુવા સેના ટ્રસ્ટના પ્રમુખ પ્રદ્યુમનસિંહ ઝાલાનો કાલે તા. ૮ ના જન્મ દિવસ હોય વિવિધ સેવા પ્રકલ્પો સાથે ઉજવણીનો સંકલ્પ કરેલ છે. ક્ષત્રિય સમાજમાંથી આવતા મુળ ઘીયાવડના વતની અને રાજકોટને જ કર્મભુમિ બનાવી સેવાનો ભેખ ધારણ કરનાર પ્રદ્યુમનસિંહના નેતૃત્વમાં યુવા સેના દ્વારા વિવિધ સમાજીક સેવાકીય કાર્યો થઇ રહ્યા છે. દરમિયાન જન્મ દિવસની કોઇ ઝાકમઝોળ ઉજવણી કરવાને બદલે એક સપ્તાહ સેવાકાર્યોનું પ્રેરક આયોજન પ્રદ્યુમનસિંહ દ્વારા કરાયુ હતુ. કાલે તેઓને જન્મદિન નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થશે. તેમના મો.૯૯૧૩૩ ૧૦૧૦૦ છે.

(3:26 pm IST)
  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST

  • ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા : તીવ્રતા ૪.૦ રિક્ટર સ્કેલ નોંધાઈ : લોકો ઘરની દોડી ગયા : ભૂકંપનું એપી સેન્ટર ઉત્તર કાશીમાં : કોઈ જાનહાની નથી access_time 12:04 pm IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST