Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

'દિલના રાજા'પૂર્વમેયર જનકભાઇ કોટકનો જન્મદિવસઃ ૭૩વર્ષ પણ લોકસેવામાં કાર્યરત

રાજકોટઃ ''દિલના રાજા'' અને જનક રાજાના હુલામણા નામથી જાણીતા એવા ભાજપનાં પાયાના પથ્થર સમાન સંનિષ્ઠ અને કર્મષ્ઠ સૈનિક અને રાજકોટના પૂર્વ મેયર જનકભાઇ કોટકનો આજે જન્મદિન છે. આજે તેઓ જીવન સફરનાં ૭૨ વર્ષ પુર્ણ કરી ૭૩માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં યુવાન વયથી જોડાયેલ. જનકભાઇ આજે પણ લોકસેવાના પ્રહરી છે. તેઓ મ્યુ.કોર્પોરેશનમાં ૨૫ વર્ષથી વધુ સમય સુધી કોર્પોરેટરપદે રહી સતત સેવાની જયોત જલાવી રાખી હતી. તેઓ મેયર, ડે.મેયર અને સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન એમ ત્રણેય મહત્વનાં હોદાઓ પર ફરજ બજાવી ચૂકયા છે. સામાજીક ક્ષેત્રે પણ જનકભાઇ કોટક લોહાણા સમાજના ઉપપ્રમુખ ત્થા લોહાણા મહાપરિષદમાં સબ્ય સહિતનાં હોદા પર ફરજ બજાવી ચૂકયા છે.

મોરબી પુર હોનારત અને ભૂકંપ જેવી કુદરતી આફતમાં જનકભાઇ કોટકે અસરગ્રસ્ત લોકોની સતત સાથે રહી અને ભોજન-કપડા-આવાસની વ્યવસ્થાઓ કરાઇ હતી. એટલુ જ નહી મ્યુ.કોર્પોરેશન મારફત દર વર્ષ 'ચકલીનાં માળા' અને 'પાણીનાં કુંડા'નું વિનાઃમુલ્યે વિતરણ કરાવવાનું પ્રેરણાદાયી કાર્ય શરૂ કરાવી જનકભાઇ કોટકે જીવદયાનું શ્રેષ્ઠ ઉદાહરણ સ્થાપ્યુ છે. આવા હંમેશા લોકો વચ્ચે રહેતાં નેતા જનકભાઇ કોટક આજે ૭૩ વર્ષની ઉમરે પણ લોકસેવામાં કાર્યરત છે ત્યારે આજે તેઓના જન્મદિન પ્રસંગે તેમનાં પુત્ર રાજેશભાઇ કોટક સહિતના પરિવારજનો ત્થા મિત્રો-શુભેચ્છકો દ્વારા અભિનંદન વર્ષા વરસાવી હતી. (મો.૯૭૧૪૭ ૦૭૧૧૪ )

(3:20 pm IST)