News of Monday, 11th June 2018

આટકોટના સામાજીક અગ્રણી જીતુભાઇ દાફડાનો જન્મ દિવસ

જસદણ તા. ૧૧ :.. આટકોટના સામાજીક અગ્રણી જીતુભાઇ દાફડાનો આજે જન્મ દિવસ છે. જીતુભાઇ દાફડા આજે તેમની જીવનયાત્રાના ૩પ વર્ષ પુર્ણ કરી ૩૬ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. જય ભીમ યુવા ગ્રુપના પ્રમુખ છે. ભાજપ એસસી મોરચાના ઉપપ્રમુખ છે. જયભીમ માનવ કલ્યાણ મંડળના પ્રમુખ છે. આ ઉપરાંત, નવરાત્રી ઉત્સવ, ગણેશ ઉત્સવ, બાબા સાહેબ આંબેડકરજી જન્મ જયંતિ સહિતના ઉત્સવોની ઉજવણીમાં અગ્રેસર હોય છે. સમાજના પછાત વર્ગ અને નાના-ગરીબ માણસોના રેશનકાર્ડ, લોન, સો ચોરસવાર પ્લોટ, તાલુકા પંચાયત, મામલતદાર કેચરી, જીલ્લા કક્ષાની કચેરી વગેરે જગ્યાએ રૂબરૂ જઇને નાના માણસોના કામ કરે છે. તેમના જન્મ દિવસ નિમિતે જીતુભાઇ સોમાભાઇ દાફડા ઉપર તેમના મો. નં. ૯૮ર૪પ ૭૦૦પ૬ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે. (પ-૧૦)

(11:46 am IST)
  • રાજસ્થાનમાં સ્થાનિક સ્વરાજની 27 સીટ પરની પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાટે કી ટક્કર : કોંગ્રેસનો 11 બેઠકોમાં કબ્જો ;ભાજપનો 13 સીટમાં વિજય ;એક બેઠક એનસીપી અને બે સીટ પર અપક્ષનો વિજય થયો છે access_time 11:41 pm IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • મુંબઈમાં છેલ્લા બે મહિનામાં 295 આગ લાગવાની ઘટના ;60 કરોડનું નુકશાન :બીએમસીની નિષ્ક્રિયતા સામે ઉઠતા સવાલ access_time 12:56 am IST