Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ઉર્જા મંત્રીના અંગત સચિવ અધિક કલેકટર વાય.પી. જોષીનો જન્મદિન

રાજકોટ : રાજયના ઉર્જા મંત્રી સૌરભ પટેલના અંગત સચિવ તરીકે ફરજ બજાવતા શ્રી યશવંત પી. જોષીનો જન્મ ૧૯૬૩ ના વર્ષની ૭ જૂને થયેલ. આજે પ૬ માં વર્ષમાં  પ્રવેશ કર્યો છે. તેઓ મુળ અમરેલી પંથકના વતની છે.

એલએલ. બી. જેવી ઉચ્ચ શૈક્ષણીક લાયકાત ધરાવતા શ્રી વાય. પી. જોષી અગાઉ રાજકોટમાં સ્ટેમ્પ ડયુટીના નાયબ કલેકટર, ધ્રાંગધ્રામાં પ્રાંત અધિકારી, તત્કાલીન ગ્રામ વિકાસ મંત્રી મોહનભાઇ કુંડારીયાના અંગત સચિવ, વેટના અધિક કમિશનર, રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટીંગ કોર્પોરેશનના મેનેજીંગ ડીરેકટર વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે. (પ-૮)

ફોન નં. ૦૭૯ -ર૩ર૩૮૧પર  મો. ૯૯૭૮૪ ૦પ૮૧૮ ગાંધીનગર

 

(11:45 am IST)
  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • દિલ્હીના મંત્રી ઇમરાન હુસૈનને જાનથી મારી નાખવાની ભાજપના ધારાસભ્યે ધમકી દીધીઃ પર્યાવરણમંત્રી ઇમરાને ઈંદ્રપ્રસ્થ પોલીસ સ્ટેશનમાં ભાજપના ધારાસભ્ય મનિન્દરસિંહ સિરસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી :સરકારી કામમાં ખલેલ પહોચાડયાનો પણ આક્ષેપ access_time 12:57 am IST

  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST