Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

લાલ મોટર નહિ, 'લાલ' પોપટ અને સફળતાનો ગુલાબી ગજરોઃહેપ્પી બર્થ ડે

નિવૃતિમાં વિશેષ પ્રવૃતિઃસમાજ શ્રેષ્ઠીનો ૬૩માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : સામાજિક સેવા ક્ષેત્રમાં સદાય જોમવંતુ, ગતિશીલ અને નીજાનંદ જીવન એ જેની ઓળખ છે તેવું વ્યકિતત્વ એટલે શ્રી લાલભાઇ પોપટ-રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રતિજ્ઞિત અને પ્રતિબધ્ધ સ્વયંસેવક એ જેમની પ્રથમ ઓળખ છે એવા તેજસ્વી રઘુવંશી ભારતીય જનતા પાર્ટીના અડીખમ યોધ્ધા, વ્યકિતગત જીવનમાં સેવા નામના ધર્મ માટે સંપૂર્ણ સમર્પિત અને સેવાએ જેમનું વ્રત છે.

તેવા લાલભાઇ જીવનના ૬૩ માં વર્ષમાં પ્રવેશ કરે છે. ધર્મપત્ની દક્ષાબેન અને તેમના પતિ લાલભાઇનું એક ખૂબ મજબુત સામાજિક પાસું એટલે બાળકલ્યાણ બાળ સંસ્કાર અને બાળજાગૃતિના ત્રિવિધ મંત્રને લઇ સમાજ જીવનના ત્યજાયેલા અને તરછોડાયેલા, અનાથવિનાથ બાળકોને માટે એક પણ જાતના પ્રચાર પ્રસાર વગર મુક સેવાનું અત્યંત પ્રેરણાદાયી કામ આ દંપતિ કરે છે.

રાજકોટ નાગરિક સહકારી બેંકમાં નિવૃત થયા પછી વકીલાતના ક્ષેત્રે પોતાનું આગવું નામ અને સ્થાન પ્રસ્થાપિત કરનાર શ્રી લાલભાઇની પદવીઓ અંગે ખૂબ જ ઓછા લોકોને જાણકારી હશે  તેઓ બી.કોમ., એલએલ.બી., ડી.એલ.એલ.પી., બી. જે. એમ. સી., ડી. ટી. એલ. પી. સહિતની ઉચ્ચ પદવીઓ ધરાવે છે.

વિધાનસભાની ચૂંટણીમાં શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રતિષ્ઠાભરી બેઠકમાં વોર્ડ નં. ર માં સમગ્ર વોર્ડનું અસરકારક સંગઠન, રાજકીય વ્યૂહરચનાનું સંકલન શ્રી લાલભાઇ હસ્તક હતું. રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને તેમના ધર્મપત્ની શ્રીમતી અંજલીબેન રૂપાણીએ લાલભાઇના કામને બિરદાવ્યા હતાં. વર્તમાનમાં વકીલાત ક્ષેત્રે પણ રેવન્યુ, કોમર્શીયલ કોર્ટ, દીવાની, માનવ અધિકાર, સાયબર લો, ઇન્ટરનેશનલ લો, ફોરેન્સીક સાયન્સ સહિતના કાયદાના વિશિષ્ટ ક્ષેત્રોમાં ખૂબ જ ટૂંકા ગાળામાં પ્રશંસા મેળવેલી છે.

પૂજય જલાબાપા અને પૂજય હરીચરણદાસ મહારાજના આશીર્વાદ સાથે પારકી છઠ્ઠીના જાગતલ અને 'સ્વયંપ્રેરણા સે માતા કી સેવા કા વ્રત ધરા હૈ' તેમજ વિનમ્રતાની દ્રષ્ટીથી 'પૂજય મા કી અર્ચના કા એક છોટા સા ઉપકરણ હું' તેમજ રઘુવંશી સમાજ માટે 'શુધ્ધ, સાત્વિક પ્રેમ અપને કાર્ય કા આધાર હૈ' એમ ત્રણ મંત્રો તેમણે જીવનમાં યંત્ર તરીકે અપનાવ્યા છે.

સેવા-સમર્પિત ભાવ-સામંજશ્ય-સદ્વિચાર અને સર્વમિત્રના પંચામૃત સાથે જીવનને સાર્થક કરવામાં સેવાને માધ્યમ બનાવનાર આ જવા મર્દ જનસંઘી, રઘુવંશીને જન્મદિન માટે મો. નં. ૯૪ર૮ર ૦૦૦૧૮ ઉપર સર્વ મિત્રો શુભેચ્છાઓ વરસાવી રહ્યા છે.

(12:46 pm IST)
  • કાલે પેટ્રોલમાં લિટરે 8 પૈસાનો ઘટાડો થવાની શકયતા ;ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહિ થાય: પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા બે દિવસથી ભાવમાં ઘટાડાને બ્રેક લાગી હતી: કાલે શુક્રવારે પેટ્રોલમાં લીટર માત્ર આઠ પૈસાનો ઘટાડો થશે જયારે ડીઝલના ભાવ યથાવત રહેશે access_time 10:18 pm IST

  • શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર સુજાત બુખારીની ગોળી મારીને હત્યા : જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. તેઓ 'રાઇઝિંગ કાશ્મીર' અખબારના સંપાદક હતા. : સત્તારૂઢ પીડીપી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી) ના નઇમ અખતરે જણાવ્યું,કે જ્યારે ઓફિસમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ તેમને ગોળી મારી હતી. access_time 8:36 pm IST

  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST