Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

ગોંડલ બાર એસોસીએશનના જોઇન્ટ સેક્રેટરી વિનય રાખોલીયાનો જન્મદિન

ગોંડલ તા.૫: બાર એસોશીએશનના જોઇન્ટ સેકેટરી તથા રાજકોટ જીલ્લા ભાજપ આઇ.ટી.અને સોશિયલ મીડીયા વિભાગના સહ ઇન્ચાર્જ વિનયભાઇ રાખોલિયાનો આજે જન્મદિન છે ૪૧માં વર્ષ માં પ્રવેશ કર્યો છે. વિનયભાઇ રાખોલિયા બાળપણથીજ રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘની વિચારધારા સાથે જોડાયેલા છે. અને હાલ સંપર્ક ટોળીના સભ્યની જવાબદારી સંભાળી રહ્યા છે. સહઇન્ચાર્જ આઇ.ટી.અને સોશિયલ મીડીયા વિભાગ,રાજકોટ જીલ્લા ભાજપ,તથા ગોંડલ શહેર ભાજપ લીગલ સેલમાં સહ કન્વીનર, ગોંડલ શહેર ભાજપ ઇલેકશન લીગલ સેલમાં સહ કન્વીનર તરીકે સેવા આપી રહ્યા છે આ ઉપરાંત ખોડલધામ સમાધાન પંચ રાજકોટ જીલ્લા સમીતીના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. અગાઉ ગોંડલ બાર એસોશીએશનમાં સતત બે ટર્મ સેકેટરી તરીકે પારદર્શક વહીવટ કરીને સફળ રીતે જવાબદારી સંભાળી હતી તથા ગોંડલ શહેર યુવા ભાજપમા મંત્રી તરીકે જવાબદારી નીભાવેલ.વિનયભાઇ આ સીવાય જુદી જુદી સામાજીક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે.વિનય રાખોલિયાને જન્મદિવસ નીમીતે નં.૯૯૯૮૧ ૨૬૭૮૧, પર શુભેચ્છાઓ વર્ષા થઇ રહી છે.

(11:21 am IST)