News of Monday, 4th June 2018

પથ્થરમાંથી 'શિલ્પ' બનાવી શકતા અર્જુન ખાટરિયાનો હેપ્પી બર્થ ડે

રાજકોટ : આજ આનંદ, આજ ઉમંગ, આજ સલુણા નેહ, આજ અર્જુન ખાટરિયા પર વરસ્યા શુભેચ્છાના મેહ..., રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ અને કોટડા સાંગાણી માર્કેટયાર્ડના ચેરમેનશ્રી અર્જુન ખાટરિયાનો જન્મ ૧૯૭૬ના વર્ષની ૪ જુને થયેલ આજે તેતાલીસમાં વર્ષની ડોરબેલ વગાડી છે.

શ્રી અર્જુન ખાટરિયા જિલ્લા પંચાયતના વિપક્ષ કોંગ્રેસના નેતા તરીકે રહી ચુકયા છે. પાર્ટી પ્રત્યેની તેમની વફાદારી ઉદાહરણ રૂપ છે. લોકો જેને સામાન્ય પથ્થર ગણતા હોય એમાંથી જાહેર જીવનમાં શોભતી કૃતિ કંડારી શકવાની ક્ષમતા તેમનામાં છે. પિતાજી ઘનશ્યામભાઇ ખાટરિયા (જિલ્લા-બેંક) પાસેથી જનસેવાનો વારસો સંભાળીને દિપાવ્યો છે. જિલ્લા પંચાયતમાં નિયમિત હાજરી અને પ્રજાલક્ષી કામગીરીનો ધમધમાટ તેમની જનસેવક તરીકેની આગવી ઓળખ છે. તેમના જીવનસંગીની અલ્પાબેન ખાટરિયા પણ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા છે. રબને બના દિ જોડી..., જુન મહિનો ખાટરિયા દંપતિ માટે 'યશસ્વી' સાબિત થાય તેવી શુભકામના શુભેચ્છકો આપી રહયા છે.

મો. નં. ૯૭૧૪૦ ૫૫૫૫૫ રાજકોટ.

(4:01 pm IST)
  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST