Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

ગીર સોમનાથ જીલ્લાના પૂર્વ અને હાલ દાહોદ એસ. પી. શ્રી હિતેશ જોઇસરનો જન્મદિન

પ્રભાસ પાટણ :.. તેજસ્વી શૈક્ષણીક કારર્કીદી ધરાવતા - સ્ફુર્તિ-ચપળતાસહ સાલસ નમ્ર સ્વભાવના ગીર સોમનાથ જીલ્લાના પૂર્વ અને હાલ દાહોદ જીલ્લા પોલીસ વડા શ્રી તરીકે કાર્યરત એવા હિતેશ જોઇસરનો તા. ૧૬ ના રવિવારના રોજ કાલે જીંદગીના ૩૬ વર્ષ પૂર્ણ કરી ૩૭ માં વરસમાં પ્રવેશે છે. તેઓ તા. ૧૬-ર-૧૯૮૪ ના રોજ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના નલીયા ગામે જન્મેલા તેઓ ર૦૧૧ માં આઇ. પી. એસ. પરીક્ષા પસંદ પામ્યા બાદ જામનગર ખાતે પ્રોબેશ્નલ ઓફીસર તરીકે ત્યારબાદ અંકલેશ્વર એ. એસ. પી. અને વડોદરા ડીસીપી  ત્યારબાદ ગીર સોમનાથ જીલ્લા એસ. પી. તરીકે ફરજ બજાવી ચૂકયા છે. દાહોદ ખાતે દોઢ વરસ દરમ્યાન ૧૦૦૦ જેટલા નાસતા-ફરતા આરોપીઓને પકડી જેલ હવાલે કર્યા ઉપરાંત હાઇવે ઉપર લૂંટફાટ બનાવો નિવારવા પોલીસ સહાયતા કેન્દ્ર ખોલી ગુન્હાઓ ઉપર અંકુશ મેળવ્યો અને કોમ્પ્યુટરાઇઝડ 'ઇ' ગુજકોપમાં દાહોદને ટોપ પાંચમાં સ્થાન અપાવી ગૌરવ અપાવ્યું તેમના જન્મદિને એડવાન્સ શુભેચ્છાઓ મો. ૯૯રપ૦ ૩૦૮૯૯ ઉપર મળી રહી છે.

(11:33 am IST)