Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ઉનાઃ હાઇકોર્ટના એડેવોકેટ રાજેશભાઇ ગિડીયાનો જન્મદિન

ઉના,તા.૧૪: મૂળ બોટાદ જિલ્લાના વતની અને છેલ્લા ૧૩ વર્ષે થી વધુ સમયથી નામદાર ગુજરાત હાઇકોર્ટમાં વકીલાત કરતા એડવોકેટ રાજેશભાઇ ગિડીયાનો આજે જન્મદિવસ છે.

તેઓ  જીવનનાં ૩૯ વર્ષ પૂર્ણ કરી ૪૦ માં વર્ષ માં પ્રવેશ્યા છે વર્ષ ૨૦૦૨ માં વકીલાતનાં અભ્યાસ અર્થે અમદાવાદ સ્થાયી થયેલા અને ત્યારબાદ અમદાવાદ ખાતે જ ગુજરાત હાઇકોર્ટમાં વકીલાત કરતા આવ્યા. તેમણે અસંખ્ય લોકોને કાયદાકીય લડત લડવા માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું છે દરિયાકાંઠાના ગરીબ, મજૂર, ખેડૂતો, તથા પછાત વર્ગના લોકો અને પર્યાવરણ માટે સતત કાયદાકીય લડત લડતાં રહ્યાં છે સગાં સ્નેહીઓ સંબંધીઓ, મિત્રો  આગેવાનો તથા ધારાશાસ્ત્રીઓ દ્વારા તેમના મોબાઈલ નં ૯૮૨૫૨ ૮૧૩૩૧ પર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(10:19 am IST)