Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

ડો. વિશાલ પોપટાણીની કારકિર્દીનો કરીશ્માપૂર્ણ કાર્ડીયોગ્રામ : જન્મદિને શુભેચ્છાના ધબકારા

રાજકોટ, તા. ૧૨ :  હૃદયરોગની હજારો દર્દીઓની સચોટ સારવાર કરનાર સિનર્જી હોસ્પિટલના ડો.વિશાલ પોપટાણીનો આજે જન્મદિન છે. સીનીયર એમ.ડી. ડો. આનંદ પોપટાણીના સુપુત્ર ડો. વિશાલ પોપટાણીએ પણ નાની ઉંમરે તબીબી ક્ષેત્રે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. હૃદયરોગ નિષ્ણાંત ડો. વિશાલ પોપટાણી આજે તેના ધબકતા - ઝબકતા જીવનના ૪૧ વર્ષ પૂર્ણ કરી ૪૨માં વર્ષમાં મંગલ પ્રારંભ કર્યો છે.

સૌરાષ્ટ્રના જાણીતા એમ. ડી. ડો. આનંદ પોપટાણીના સુપુત્ર ડો. વિશાલ પોપટાણી બાલ્યકાળથી જ અભ્યાસમાં ખૂબ પારંગત રહી તમામ કસોટીમાં ઉચ્ચ કૌશલ્ય ઝળકાવી સફળતા મેળવી છે. પુનાની સુપ્રસિદ્ધ મેડીકલ કોલેજમાં એમબીબીએસ અને કરમસદ મેડીકલ કોલેજમાં એમડી અને બીજે મેડીકલ કોલેજમાંથી કાર્ડીયોલોજીનો અભ્યાસ કરનાર ડો. વિશાલ પોપટાણી તેના તબીબી કાર્યકાળમાં ૫૧ હજારથી વધુ એન્જીયોગ્રાફી અને હજારો એન્જીયોપ્લાસ્ટી કરીને દર્દીઓના હૃદયના ધબકારા નિયમીત કરીને પુનઃ જીવન ધબકતુ કર્યુ છે.

ડો. વિશાલ પોપટાણીએ યુ.એન. મહેતા હોસ્પિટલ, સ્ટર્લીંગ હોસ્પિટલ રાજકોટ, સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ સહિત અનેક હોસ્પિટલમાં સેવા આપી છે. હૃદયરોગના જટીલ સારવાર સફળતાપૂર્વક કરનાર ડો. વિશાલ પોપટાણી રાજકોટમાં  એક જ જગ્યાએ તમામ રોગોની સારવાર કરતી સીનર્જી હોસ્પિટલમાં કાર્ડીયોલોજીસ્ટ તરીકે ફુલ ટાઈમ કાર્યરત છે. એક પણ કાપા વગર, હૃદયના વાલ્વ બદલવાની સારવાર કરનાર સૌરાષ્ટ્રના એકમાત્ર હૃદયરોગ નિષ્ણાંત ડો.વિશાલ પોપટાણી છે. 

ડો. વિશાલ પોપટાણીના જન્મદિવસે મો. ૯૮૨૫૦ ૭૮૧૩૨ પર શુભેચ્છાવર્ષા થઈ રહી છે.

હર રાહ આસાન હો, હર રાહ પે ખુશિયા હો, હર દિન ખૂબસુરત હો, હર દિન શુભકામના હો, ઐસા મંગલ તુમ્હારા હર જન્મદિન હો

(11:28 am IST)