Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

એવોર્ડ વિજેતા રાજકોટના પૂર્વ મ્યુ. કમિશનર

રાષ્ટ્રપતિના સંયુકત સચિવ અજય ભાદૂનો જન્મદિન

રાજકોટઃ ભારતના રાષ્ટ્રપતિના જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા ગુજરાતના સચિવ કક્ષાના આઈ.એ.એસ. (૧૯૯૯) કેડરના અધિકારી શ્રી અજય ભાદૂૂનો જન્મ ૧૯૭૧ના વર્ષની ૧૧ ફેબ્રુઆરીએ થયેલ. આજે સ્વર્ણિમ જયંતી વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ રાજસ્થાનના વતની છે.

શ્રી અજય ભાદૂ ભૂતકાળમાં સુરત અને જૂનાગઢમાં મદદનિશ કલેકટર, ભરૂચ અને મહેસાણામાં જિલ્લા વિકાસ અધિકારી, મહેસાણામાં જિલ્લા કલેકટર, મુખ્યમંત્રીના સચિવ, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર, ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં મુખ્ય વહીવટી અધિકારી, વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. તેમને શ્રેષ્ઠ કલેકટર તરીકેનો એવોર્ડ મળેલ છે.

ફોન નં. ૦૧૧ - ૨૩૭૯૩૩૦૨, મો. ૯૯૭૮૪ ૦૬૩૫૮ - વડોદરા

(11:24 am IST)