Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

જીયુવીએનએલ પો.સ્ટે.ના એએસઆઇ ગુલાબસિંહ જાડેજાનો જન્મદિવસ

ભાવનગર તા.૨૦: જીયુવીએનએલ પોલીસ સ્ટેશનના ગુલાબસિંહ જાડેજાનો આજે તા.૨૦-૭-૧૯ને શનિવારના રોજ જન્મદિવસ છે. ભાવનગર જીયુવીએનએલ પોલીસ સ્ટેશનના આ આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર ગુલાબસિંહ ગજુભા જાડેજા ૧૯૮૬માં પોલીસ ડીપાર્ટમેન્ટમાં જોઇન્ટ કરી ટ્રેઇનીંગ દરમ્યાન ૧૯૮૭માં પરેડ કમાન્ડર તરીકે મેડલ મેળવેલ ત્યારબાદ વરતેજ પો.સ્ટે., એલસીબી, અલંગ,ઘોઘા રોડ પો.સ્ટે. તેમજ હાલના પોલીસ ડીપાર્ટમેન્ટના ઓફીસ અને કવાર્ટરના આયોજન અંગેનો હોદ્દો ધરાવતા ડીઆઇજી હસમુખભાઇ પટેલ સાથે ૨૦૦૯-૧૦માં મોનીટરીંગ સેલમાં પણ ફરજ બજાવેલ છે.

પોલીસ કંટ્રોલરૂમમાં ફરજ દરમ્યાન સ્કુલો અને કોલેજોમાં તથા શિક્ષકોને કાનૂની શિક્ષણ શિબિરોમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને માર્ગદર્શન આપી પ્રમાણપત્ર મેળવેલ તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટના બ્લડ ડોનેશન કેમ્પમાં તેમજ પેરેન્ટીંગ ફોરપીસની કામગીરી તેમજ અનેક સામાજીક તથા ધાર્મિક સંસ્થાઓ સાથે સતત સંપર્કમાં રહી સેવાકિય પ્રવૃતિમાં રહી ખુબ જ યોગદાન આપી રહ્યા છે. મો.૯૪૨૬૯ ૦૨૨૩૩

(11:36 am IST)