Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

રાજકોટના પૂર્વ પ્રાંત અધિકારી, ગાંધીનગરના પૂર્વ કલેકટર

જામનગર મ્યુ. કમિશનર સતિષ પટેલનો જન્મદિન

રાજકોટઃ. જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી સતિષ એ. પટેલનો જન્મ ૧૯૬૨ના વર્ષની ૨૦ જુલાઈએ થયેલ. આજે ૫૮માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ ૨૦૦૫ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. મૂળ મહેસાણા પંથકના વતની છે.

શ્રી સતિષ પટેલ અગાઉ રાજકોટમાં પ્રાંત અધિકારી, તત્કાલીન કેબીનેટ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના અંગત સચિવ, આરોગ્ય વિભાગમાં ચીફ પર્સોનલ ઓફિસર, દાહોદ જિલ્લા વિકાસ અધિકારી, ગાંધીનગર જિલ્લા કલેકટર, યુવા સેવા સાંસ્કૃતિક નિયામક વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૨૮૮-૨૫૫૨૩૭૨,

મો. ૯૮૨૫૦ ૯૦૫૬૬ - જામનગર

 

(10:44 am IST)