Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

વાંસજાળીયાના પત્રકાર રમેશભાઇ ઘરસંડીયાનો જન્મદિન

રાજકોટ : વાંસજાળીયાના વરીષ્ઠ પત્રકાર રમેશભાઇ ઘરસંડીયાનો આજે તા.૧૭ના બુધવારે ૬૨મો જન્મદિન છે. સ્વતંત્ર મિજાજ અને બહોળો મિત્રવર્ગ ધરાવતા રમેશભાઇ યુવાવસ્થાથી જ નિડરતાપુર્વક પત્રકારત્વની કેડી પર આગે કદમ માંડી રહ્યા છે. બીએએલએલબી જર્નાલીઝમની લાયકાત ધરાવે છે. ૨૮ વર્ષ પહેલા વાંસજાળીયા તરસાઇ રેલ્વે લાઇન પર આવેલ એક ફાટક પર લગ્નની જાનના ટ્રક અને પેસેન્જર ટ્રેન વચ્ચે થયેલ અકસ્માતમાં સ્થળ પર જ ૪૬ માનવીના મૃત્યુ થયેલા ત્યારે તે સમયના સમાચાર માધ્યમોના ટાંચા સાધનો વચ્ચે પણ આ અકસ્માતના સમાચારો તસ્વીરો અખબારોને પહોચાડવા જે જહેમત લીધી હતી. સીદસર ઉમિયા માતાજી જન્મશતાબ્દી મહોત્સવમાં તેમણે પ્રેસ મિડીયા સમિતિમાં સેવાઓ આપેલી છે.

બહુમુખી પ્રતિભા ધરાવતા રમેશભાઇ રિધમ આર્ટીસ્ટ હોવા ઉપરાંત એક અચ્છા હાસ્ય કલાકાર પણ છે. મોરના ઇંડા ચિતરવા ના પડે તે કહેવત અનુસાર રમેશભાઇના પુત્ર ડો.મીત ઘરસંડીયાએ અમદાવાદ બી.જે. મેડીકલ કોલેજમાં એમબીબીએસ કર્યા બાદ પી.જી.એન્ટરેન્સ એકઝામમાં ગુજરાત યુનિ.માં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. હાલ તેઓ ઇન્ફેકશીયસ ડીસીઝમાં અમદાવાદ ખાતે સુપર સ્પેશ્યાલીટી કરી રહ્યા છે. તથા પુત્રવધુ ડો.ઉર્વી એમ.ડી (પીડીયાટ્રીક)માં અભ્યાસ કરે છે. પુત્રી પ્રિયંકાબેન અને પત્ની મીનાબેન ગૃહિણી છે. રમેશભાઇના જન્મદિને મો. ૯૪૦૮૧ ૮૬૬૭૭ ઉપર અભિનંદનનો વરસાદ થઇ રહ્યો છે.

(11:19 am IST)