Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

ફાટસરના કાનાવાળી પ્રગતિની પતંગ રાજકોટના આકાશમાં

બહારો ફુલ બરસાઓ...એડવોકેટ જયદીપ રાઠોડ કા જન્મદિન આયા

રાજકોટઃ શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજમાં ગૌરવરૂપ જાણીતા યુવા એડવોકેટ શ્રી જયદિપ રાઠોડનો જન્મ તા. ૧૯૯૪ના વર્ષની ૧૩ જાન્યુઆરીના થયેલ. આજે યશસ્વી જીવનના ૨૮માં વર્ષના દરવાજે ટકોરા માર્યા છે. વતનના ગામમાં પ્રથમ એડવોકેટ બન્યાનું માન તેમને મળેલ છે. તે બદલ તેમનુ સન્માન કરાયુ હતું.

મૂળ મોરબી પંથકના ફાટસર ગામના શ્રેષ્ઠી કુંવરજીભાઈ કાનજીભાઈ રાઠોડ (ગાયત્રી પાન સેન્ટરવાળા)ના પુત્રરત્ન બી.કોમ., એલ.એલ.બી.ની પદવી ધરાવે છે. શ્રી સરસ્વતી વિદ્યાલય બ્રાહ્મણીયાપરા, માસુમ વિદ્યાલય, પી.ડી. માલવીયા કોલેજ તથા કે.એ. પાંધી કોલેજમાં તબક્કાવાર શિક્ષણ મેળવ્યા બાદ વકીલાત ક્ષેત્રે ઝંપલાવ્યુ છે. તેઓ સિવીલ અને રેવન્યુને લગતી કામગીરીના બહોળા અનુભવી છે. જ્ઞાતિ પ્રેરીત વિશ્વકર્મા બેડીપરા યુવક મંડળમાં સભ્ય તરીકે સેવા આપે છે. ખંત ખુમારી અને ખેલદીલીના ગુણ ધરાવે છે. આજે જન્મદિન નિમિતે તેમના પર શુભેચ્છા મુશળધાર વરસી રહી છે.

મો. ૭૬૨૧૦ ૯૯૭૬૦, ૮૧૬૦૮ ૯૯૨૮૩ રાજકોટ

(11:45 am IST)