Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

અલ્પસંખ્યક નાણાં નિગમના ડીરેકટર આસીફ સલોતનો જન્મદિવસઃ ૩૯માં પ્રવેશ

રાજકોટ તા. ૧રઃ પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના મંત્રી અને અલ્પ સંખ્યક નાણાં નિગમના ડીરેકટર એવા આસીફભાઇ સલોતનો આજે જન્મ દિવસ છે. સફળ જીવનના ૩૯માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. માતા ખેરૂનબેન સલોત તથા પિતા કાદરભાઇ સલોતના આશિર્વાદ અને તેમના જીવનમાં થયેલા સંસ્કારોના સિંચનથી તેઓ બાળપણથી જ ભાજપની વિચારધારા સાથે જોડાયેલા છે. આસીફભાઇ શહેર ભાજપ લઘુમતી મોરચાના આગેવાન તરીકે રહી પાર્ટીમાં વિવિધ જવાબદારીઓ સંભાળી છે. આમ રાજકીય ક્ષેત્રમાં શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રભારી, શહેર ભાજપ કારોબારીમાં વિશેષ આમંત્રિત સદસ્યની સાથોસાથ સામાજીક ક્ષેત્રે પણ આગવું પ્રદાન આપી રહ્યા છે જેમાં રાજકોટ શહેર તાજીયા કમિટિના પ્રમુખ તરીકે તેમજ રાજકોટ શહેર જામા મસ્જીદના ઉપપ્રમુખ તરીકે, રાજકોટ શહેર યમીન કમિટિના મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી લઘુમતી સમાજના ઉત્થાન માટે હંમેશા સતત કાર્યરત રહ્યા છે. હાલ અલ્પ સંખ્યક નાણાં નિગમના ડીરેકટર છે. જન્મદિવસે તેમના મો. ૯૮રપ૦ ૭૮૬૦૯ ઉપર ઠેર-ઠેરથી શુભેચ્છા મળી રહી છે.

(4:05 pm IST)
  • બર્ડ ફ્લુમાં કચ્છને મળી રાહત : જિલ્લામાંથી કુલ ૩ સેમ્પલ ભોપાલ લેબોરેટરીમાં મોકલાયા હતા તમામ રિપોર્ટ આવ્યા નેગેટિવ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા અપાઈ માહિતી access_time 4:39 pm IST

  • જાણીતા સમાજસેવી અન્ના હજારે ખેડૂતોના સમર્થનમાં ભૂખ હડતાલ કરશે : જાન્યુઆરીના અંત સુધીમાં કૃષિ કાયદાનો કોઈ ઉકેલ નહીં આવે તો ભૂખ હડતાલ કરશે : વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર access_time 11:41 pm IST

  • સાબરકાંઠામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું કમઠાણ, ઇડરમાં ચાઈનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું, યુવકને સારવાર માટે ઇડરની હોસ્પિટલમાં ખસેડાયો access_time 4:37 pm IST