Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

યુવા એડવોકેટ રવિ મુલીયાનો જન્મદિનઃ ૨૯માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ યુવા એડવોકેટ રવિ રસિકભાઇ મુલીયાનો આજે જન્મદિવસ છે. જીવનયાત્રાના ૨૮ વર્ષ પૂર્ણ કરી ૨૯માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેઓએ એલએલબી, એલએલએમ જેવી શૈક્ષણિક ડિગ્રી મેળવેલ છે. તેઓ નવેમ્બર ૨૦૧૪થી ગુજરાતની નામદાર અદાલતોમાં રાજકોટના ખ્યાતનામ ધારાશાસ્ત્રી તથા પૂર્વ એ.જી.પી. શ્રી અશ્વિનભાઇ ગોસાઇ સાથે પ્રેકટીસ કરી રહયા છે. તેમજ વકીલાતના ક્ષેત્રમાં સારો એવો અનુભવ ધરાવે છે. તેઓ વકીલાતના ક્ષેત્રમાં ખુબ જ ટુંકા સમયગાળામાં અસીલો તથા વકીલ મિત્રોમાં ખુબ જ ચાહના પ્રાપ્ત કરી ચુકયા છે. તેમજ રાજકોટ ભગવતીપરા ગુર્જર પ્રજાપતિ વાડીમાં સહ ખજાનચી તથા રાજકોટ ગુર્જર પ્રજાપતિ વાડી ચુનારાવાડ વાડીમાં કારોબાર સભ્ય તરીકે જવાબદારી નિભાવી રહયા છે. મો. ૯૯૧૩૫ ૯૧૨૯૧, ૮૩૨૦૮ ૩૭૯૮૪

(11:41 am IST)