Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

કુમકુમ ગ્રુપના સ્થાપક પ્રમુખ મનોજભાઇ પટેલનો જન્મદિવસ

રાજકોટઃ કુમકુમ ગ્રુપના સ્થાપક પ્રમખ મનોજભાઈ પટેલનો આજે તા. ૮મી જાન્યુઆરીના રોજ જન્મદિન છે. તેઓ પ્રખર રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘના જાગૃત સ્વયં સેવક વૃજલાલભાઈ પટેલ તેમજ તેમના પ્રેરણાસ્ત્રોત સમા માતુશ્રી શારદાબેનના આશિર્વાદથી મનોજભાઈ દર્દીનારાયણ, દરીદ્રનારાયણ, વૃક્ષનારાયણ, અબોલજીવો ની સેવા કરી રહયા છે. તેઓએ વૃક્ષારોપણ અને રકતદાન ક્ષેત્રે નમનેદાર કામગીરી કરી છે. તેઓ પોતાનો જન્મદિનની સેવામય રીતે ઉજવણી કરશે. મનોજભાઇને મિત્રોવર્તુળો તરફથી જન્મદિનની શુભકામનાઓ  વરસી  રહી છે. મો.૯૮૨૫૦ ૧૧૮૮૩

(3:00 pm IST)
  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ( WHO ) એ એક જ મહિનામાં સતત ત્રીજી વખત ભારતનો ખોટો નકશો દેખાડ્યો : જમ્મુ ,કાશ્મીર ,તથા લડાખને અલગ બતાવ્યા : ભારત સરકારે ત્રીજી વખત ચેતવણી આપી : ખોટો નકશો પ્રદર્શિત કરવો તે બાબત ગેરકાનૂની તથા જેલ સજાને પાત્ર access_time 2:02 pm IST

  • આ તસવીર અમેરિકાના સંસદ ભવનની છે. દુનિયામાં સૌથી જૂની લોકશાહીનું જે મંદિર ગણાય છે. ૨૦૦ વર્ષમાં જે નહોતું બન્યું, અમેરિકા તે બધામાંથી પસાર થઈ રહ્યું છે. કેપિટલ બિલ્ડીંગ.. સંસદ ભવન આજે નેશનલ ગાર્ડના હવાલામાં છે. ૨૦ જાન્યુઆરી સુધી સૌ કોઈ આશંકિત છે.ટ્રમ્પ ઉપર કોઈને વિશ્વાસ નથી. FBIને તોફાનોની આશંકા છે. અમેરિકાની બુનિયાદ હલબલી ચૂકી છે. જાણીતા પત્રકાર બ્રજેશ મિશ્રાએ ટ્વિટર ઉપર શેર કરેલી તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે access_time 1:06 am IST

  • બર્ડ ફ્લુમાં કચ્છને મળી રાહત : જિલ્લામાંથી કુલ ૩ સેમ્પલ ભોપાલ લેબોરેટરીમાં મોકલાયા હતા તમામ રિપોર્ટ આવ્યા નેગેટિવ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા અપાઈ માહિતી access_time 4:39 pm IST