Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

છેલ્લા ર૭ વર્ષથી પ્રસિદ્ધ થતા ખાંટ રાજપૂત જ્ઞાતિના માસિક 'ધર્મવાણી'ના તંત્રી

રામજીભાઇ એસ. મોરબીયા નો આજે જન્મદિવસ : ૭પ પૂર્ણ, ૭૬ મું બેઠું

રાજકોટ તા. ૮: નાની વયે અખબારી જગતમાં પ્રવેશ કરનાર અને આજે પણ સતત યોગદાન આપતા રામજીભાઇ સવજીભાઇ મોરબીયાનો આજે જન્મદિવસ છે. રામજીભાઇનો જન્મ તા. ૮-૧-૧૯૪૬ ના રોજ થયેલ હતો. તેઓએ ૧૯પ૮ માં ૧ર વર્ષની ઉંમરે રાજકોટના ''જય સૌરાષ્ટ્ર પ્રિન્ટીંગ પ્રેસ'' (હાલમાં અકિલા) માં સ્વ. બાબુભાઇ ગણાત્રાની દેખરેખ નીચે પ્રેસ લાઇનની શરૂઆત કરી ઘણા વર્ષો સુધી ફરજ બજાવી. આઠેક વર્ષ સુધી 'જલારામ જયોત'માં સેવા આપી. ઇરીગેશન અને આર.ટી.ઓ.માં સરકારી નોકરી પણ કરી. ત્યારબાદ રાજકોટમાં ''મોરબીયા પ્રિન્ટર્સ'' નામથી પ્રેસની શરૂઆત કરી હતી. હાલમાં ખાંટ રાજપૂત સમાજનું માસિક મેગેઝીન ''ધર્મવાણી'' ચલાવે છે. આજે તેઓના જન્મદિને વિશાળ મિત્ર વર્તુળ-શુભેચ્છકો તેમનાં (મો. ૯૪ર૬૯ ૬૭૯૬૭) પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(11:38 am IST)
  • બર્ડ ફ્લુમાં કચ્છને મળી રાહત : જિલ્લામાંથી કુલ ૩ સેમ્પલ ભોપાલ લેબોરેટરીમાં મોકલાયા હતા તમામ રિપોર્ટ આવ્યા નેગેટિવ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા અપાઈ માહિતી access_time 4:39 pm IST

  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,746 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 05, ,26,577 થઇ :એક્ટિવ કેસ 2,10,482 થયા: વધુ 13,751 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,59,805 થયા :વધુ 159 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51, 924 થયા access_time 12:17 am IST

  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 8537 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 05, 04,3 53 થઇ :એક્ટિવ કેસ 2,10,734 થયા: વધુ 9127 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,37,584 થયા :વધુ 124 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51,688 થયો access_time 1:02 am IST