Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

ભાજપ વોર્ડનં.૧૦ના પ્રભારી દિનેશ કારીયાનો જન્મદિનઃ ૫૪માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ શિશુકાળથી રાષ્ટ્રવાદના રંગે રંગાઇ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા ભાજપની વિચારધારાને આત્મસાત કરનાર શ્રી દિનેેશ કારીયા (મો.૯૬૨૪૦ ૩૫૯૩૫) ૧૯૯૦થી પાર્ટીમાં એક અદના કાર્યકર્તા તરીકે સેવા પ્રદાન કરી રહયા છે. આજે તેમનો જન્મદિવસ છે. રાજકીય ક્ષેત્રની સાથોસાથ અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાઇ તદઉપરાંત વેપારમાં પણ સારી નામના પ્રાપ્ત કરી છે. તેઓ રાજકોટ શહેર ભાજપના કોષાધ્યક્ષ મંત્રી ઉપપ્રમુખ તેમજ પ્રભારી ગુજરાત રાજય અન્ન આયોગના ડિરેકટર તેમજ વેસ્ટર્ન રેલ્વે રાજકોટ ડીવીઝમાં ડીઆરયુસીસી મેમ્બર તરીકે  જવાબદારીઓ સુપેરે નિભાવેલ છે. તાજેતરમાં જ વોર્ડનં.૧૦ના પ્રભારી તરીકે તેમને જવાબદારી સોંપાઇ છે. આ ઉપરાંત હાલમાં ગુજરાત ટી ટ્રેડર્સ એસોસીએશનના પ્રમુખપદે ફરી વખત બીરાજમાન થઇ ચા-બજારનું ગૌરવ વધારેલ છે. ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટી ટ્રેડર્સ એસોસીએશનના એકઝીકયુટીવ મેમ્બર તરીકે સેવા આપી રહયા છે. તેઓ ૩૫ વર્ષથી ચાના વેપાર સાથે જોડાયેલ છે. 'બ્લેક ગોલ્ડ  ટી' શ્રી વલ્લભ ટી પ્રાઇવેટ લી.ના નામનો 'ચા' નો બીઝનેશ પ્રારંભ કરી અને ટુંકાગાળા માં મોટી નામના મેળવી છે. હાલમાં આ બીઝનેશ તેમના બંને પુત્રો સંભાળી રહયા છે. આજે તેઓ ૫૩ વર્ષ પૂર્ણ કરી ૫૪માં વર્ષમાં પ્રવેેશ કરી રહયા છે. રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, અંજલીબેન રૂપાણી, ધનસુખભાઇ ભંડેરી, નિતિનભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મીરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ સહિતના અગ્રણીઓ તરફથી શુભેચ્છાઓ પાઠવેલ છે.

(3:30 pm IST)