Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

જુનુ એટલુ સોનુ : 'ચળકાટવાળા' ટપુભાઇ લીંબાસિયાનો જન્મદિન

રાજકોટ : જાહેર જીવનમાં કાયમ મૂલ્યોનો ચળકાટ જાળવીને જુનુ એટલુ સોનું કહેવત સાબિત કરનારા ભૂતપૂર્વ ધારાસભ્યશ્રી ટપુભાઇ એલ.લીંબાસિયા આજે ગૌરવમય જીવના ૮૩માં વર્ષના દ્વારે પહોંચ્યા છે. (જન્મ તા. ૬ જાન્યુઆરી ૧૯૩૯)

મુળ કુવાડવા પાસેના ખેરડી ગામના વતની શ્રી ટપુભાઇ લીંબાસિયા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારાધારાથી ઓતપ્રોત છે. તેમણે તે વખતે બી.એ. જેવી ઉચ્ચ શૈક્ષણિક પદવી મેળવેલ. નાગરિક બેંકના પૂર્વ વાઇસ ચેરમેન અને વર્તમાન ડીરેકટર છે. શ્રી ગુરૂદતાત્રેય સહકારી મંડળીના માધ્યમથી અનેક લોકોને હૂંક આપી છે. લેઉવા પટેલ સમાજ અને અન્ય સંસ્થાઓમાં તેમનું મહત્વનું યોગદાન છે. સંખ્યાબંધ યુવાનોની કારકિર્દીના શિલ્પી બની રહ્યા છે. સાદુ જીવન અને ઉચ્ચ વિચારો તેમની આગવી ઓળખ છે. ગમે તેટલી 'ધૂળ' ઉડે તૌય ફુલ કદી મેલા થતા નથી.

ફોન નં. ૦૨૮૧-૨૭૦૫૦૧૫

મો. ૯૪૨૮૨ ૦૦૦૯૯ રાજકોટ

(11:35 am IST)