Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

જૈનાચાર્ય શ્રીમદ્વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબનો આજે જન્મ દિવસ

આત્મ-પરિવર્તનના આધારે સામાજિક-પરિવર્તનના ભગીરથ કાર્યના પથિક સરસ્વતીલબ્ધપ્રસાદ

રાજકોટ તા. પ :.. આત્મ-પરિવર્તનના આધારે સામાજિક - પરિવર્તનના ભગીરથ કાર્યના પથિક સરસ્વતીલબ્ધપ્રસાદ જૈનાચાર્ય શ્રીમધ્ધિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાબેનો જન્મ દિવસ પ મી જાન્યુઆરી, ૧૯૪૮ ના રોજ ગુજરાતમાં પાલિતાણાની સમીપે દેપલા ગામમાં આચાર્યશ્રીનો જન્મ થયો. તેમના પિતાનું નામ દલીચંદભાઇ તથા માતાનું નમ ચંપાબેન હતું. ૧૯૬૭ માં આચાર્યશ્રીએ આચાર્ય શ્રીમધ્ધિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારજ સાહેબ પાસે દીક્ષા લઇ સંયમ જીવન અંગીકાર કર્યુ. સાધુ બન્યા પછી કરેલી તપસ્યા, સ્વાધ્યા અને સાધનાના પરિણામે ૧૯૯૬ માં આપશ્રીને આચાર્યની પદવીપ્રાપ્ત થઇ.

પ્રવચનો અને બુકના માધ્યમથી પથ પ્રદર્શનઃ આચાર્ય ભગવંત દીક્ષા લીધા બાદ સતતપણે પ્રવચનો, લેખક માધ્યમથી જબરજસ્ત સામાજીક પરિવર્તન કરવામાં સફળતા મળેલ છે અને વ્યાખ્યાનોના માધ્યમથી માનવને ઉત્કૃષ્ટ, નૈતિક અને પ્રસન્નતાપૂર્વક જીવન જીવવાનું માર્ગદર્શન પ્રદાન કરી રહ્યા છે. આ પ્રવચનોથી સામાન્ય લોકોના જીવનને એક નવો પ્રકાશ તેમજ એક નવી પધ્ધતિ પ્રાપ્ત થઇ છે જે તેમને પોતાના સાંસારિક કર્તવ્ય પણ ઉપર સફળતાપૂર્વક ચાલવાની સાથોસાથ આત્માની ઉન્નતિ દિશામાં પણ આગળ લઇ જાય છે. આચાર્યશ્રીના અત્યાર સુધીમાં અનેક પ્રવચનો અને પુસ્તકો દ્વારા જબરજસ્ત સામાજીક પરિવર્તન લાવેલ છે. જે ધારામાં વ્યકિતગત આત્મ પરિવર્તન શરૂ થઇ સર્વાગી સામાજીક પરિવર્તન સુધી વિસ્તરી રહી છે. સમાજના સામાન્ય વર્ગની મુળભુ સમસ્યાઓના સમાધાનને રજુ કરતા અનેક પુસ્તકો જેમાં સામાજીક એકતા, રચનાત્મક અને સર્જન શીલતાને સુનિશ્ચિત કરેલ છે.

પારિવારીક વ્યવસ્થા શિક્ષણ વ્યવસ્થા તેમજ સમાજ વ્યવસ્થાના સશકિતકરણ કરવાના તથા સજજનોને સંગઠિત કરી સક્રિય કરવાના આચાર્યશ્રીના અદ્દભૂત પ્રયત્નો ભારતીય સમાજના ત્રણ આધાર સ્તંભો છે. પારિવારિક વ્યવસ્થા કૃષિ વ્યવસ્થા અને શક્ષિણ વ્યવસ્થા, આ ત્રણેય વ્યવસ્થાઓ આજે અનેક પ્રકારની સમસ્યાઓથી ગ્રસિત છે આવી સમસ્યાઓના સમાધાન લાવવા માટે આચાર્ય છેલ્લા અનેક વર્ષોથી સતત પ્રયત્નશીલ છે. આ માટે તેમણે દિલ્હીમાં ચાર વર્ષ સ્થિરતા કરીને દેશના નીતી-નિર્માતાઓ સાથે ચર્ચા-વિચારણા કરી છે. તેમજ જરૂરી માર્ગદર્શન આપ્યું છે શિક્ષણ વ્યવસ્થાને સંસ્કારથી જોડવા માટે તેમણે આપેલા માર્ગદર્શન સંસદે પણ સ્વીકૃતિ આપી છે આની સાથોસાથ કૃષિ વ્યવસ્થા અંગે પણ આચાર્ય દ્વારા અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. અને આ સંબંધે આચાર્યશ્રી દ્વારા સંસદના રાજયસભામાં એક પિટીશન પણ પ્રસ્તુત કરવામાં આવી છે જેને ઉપરાષ્ટ્રપતિ દ્વારા મંજુરી અપાઇ ગઇ છે.

વર્તમાનમાં આ સંબંધમાં આચાર્યશ્રી  દ્વારા અનેક ક્ષેત્રોમાં પ્રયત્નો થઈ રહ્યા છે. જેમાં શિક્ષણ વ્યવસ્થાને સંસ્કાર આધારિત બનાવવા માટે તેમજ કેરીયર-ઓરિયેટેડ શિક્ષણને કેરેકટર-ઓરિયેટેડ શિક્ષણ બનાવવા માટે નૈતિક શિક્ષણનો અભ્યાસક્રમ સ્કૂલો અને કોલેજોમાં દાખલ કરવો. સાઈબર પોર્નોગ્રાફીના દુષણના કારણે આજે કરોડો બાળકો, બાલિકાઓ, યુવાનો અને યુવતિઓ પતન તરફ થઈ રહ્યા છે. આ સાઈબર પોર્નોગ્રાફીને પ્રતિબંધિત કરવા માટે વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ સંબંધે રાજ્યસભામાં એક પીટીશન દાખલ કરાઈ છે.

મહિલાઓની સુરક્ષા અને તેમના હિતોના રક્ષણ માટે દેશમાં પારિવારીક વ્યવસ્થાને મજબુત કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આવા પ્રયત્નો હેઠળ આચાર્યશ્રી એવા કાયદાઓ અને નિયમોના નિર્માણનું માર્ગદર્શન આપી રહ્યા છે જે પરિવારને મજબુત બનાવે તથા મહિલાઓનુ સશકિતકરણ કરે. આવા પ્રયત્નો હેઠળ જ શારીરિક સંબંધો બાંધવા અંગે સંમતિની આયુને ૧૬ વર્ષથી વધારી ૧૮ વર્ષ કરવાના આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવવામાં આવેલી. દેશના પર્યાવરણ અને જૈવ વિવિધતાથી સુરક્ષા માટે આચાર્યશ્રી દ્વારા વિશિષ્ટ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પર્યાવરણની દયનીય દશા પાછળ ટેકનોલોજી કે વિકાસ કરતા મનુષ્યની લાલસા અને વિલાસ-વૃતિ વધુ કારણભૂત છે. આ વિચારને ધ્યાનમાં રાખી આચાર્યશ્રી પોતાના પ્રવચન અને લેખન દ્વારા એક એવી જીવન શૈલીના અનુસરણનો ફેલાવો કરી રહ્યા છે જે સતત વિકાસના ધારા-ધોરણોને પ્રોત્સાહીત કરે.

દેશમાં વધતા ભ્રષ્ટાચાર અને વધતા અપરાધો પર અંકુશ લાવવાનુ એક પ્રભાવશાળી સાધન જનજાગરૂકતા અને જન સક્રિયતા છે. આ માટે આચાર્યશ્રી કહે છે કે દેશના સજ્જનોને સંગઠીત કરીને સક્રિય બનાવવામાં આવે તો લગભગ બધી જ રાષ્ટ્રીય સમસ્યાઓનું સ્થાયી સમાધાન નિકળી શકે. આ દિશામાં આચાર્યશ્રી દ્વારા સતતપણે સજનનોને સંગઠિત કરી તેમને સક્રિય કરવાનું કાર્ય ચાલી રહ્યુ છે.

(3:06 pm IST)
  • ભાજપને હરાવવા ડાબેરી મોરચા તથા કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની મમતા દીદીની ઓફરનો ફિયાસ્કો : બંને પાર્ટીએ ઓફર નકારી કાઢી : કોંગ્રેસે ગઠબંધન કરવાને બદલે ટીએમસી પાર્ટીનું કોંગ્રેસમાં મર્જર કરી દેવાની સલાહ આપી : ભાજપને એકલા હાથે હરાવી શકવાની ત્રેવડ નહીં હોવાની ભાજપ આગેવાનોની ટકોર access_time 1:30 pm IST

  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 8537 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 05, 04,3 53 થઇ :એક્ટિવ કેસ 2,10,734 થયા: વધુ 9127 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,37,584 થયા :વધુ 124 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51,688 થયો access_time 1:02 am IST

  • બર્ડ ફ્લુમાં કચ્છને મળી રાહત : જિલ્લામાંથી કુલ ૩ સેમ્પલ ભોપાલ લેબોરેટરીમાં મોકલાયા હતા તમામ રિપોર્ટ આવ્યા નેગેટિવ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા અપાઈ માહિતી access_time 4:39 pm IST