Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

જુની વસ્તુઓ સંગ્રહવાનો શોખ ધરાવતા શીવાભાઇ લીંબાસીયાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૨ : જુની વસ્તુઓ સંગ્રહ કરવાનો શોખ ધરાવતા શીવાભાઇ લીંબાસીયાનો આજે જન્મ દિવસ છે. વિવિધ દેશનું ચલણ, જુના તોલ માપ, જુના વાસણો, જુના આભુષણો, ટપાલ ટીકીટ સહીતની વસ્તુઓનો સંગ્રહ કરવાનો તેમને શોખ છે. ઘરને જ મ્યુઝીમય બનાવી દીધુ છે. દર બુધવાર અને રવિવારે તેમના ઘરે પ્રદર્શન જેવો માહોલ જોવા મળે છે. અનેક લોકો આ સંગ્રહ જોવા મુલાકાત લ્યે છે. સફળ જીવનના ૬૧ માં વર્ષમાં પ્રવેશી રહેલ શીવાભાઇ લીંબાસીયા (મો.૯૮૭૯૩ ૯૪૧૮૯) ને આજે જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

(2:29 pm IST)