Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

જયેન્દ્ર ભટ્ટનો કાલે જન્મદિન

રાજકોટઃ ભટ્ટ જયેન્દ્ર આર. (મો.૯૭૩૭૮ ૨૮૭૪૨) આવતીકાલે ૧૩મીના ૬૧ વર્ષ પૂર્ણ કરી ૬૨ વર્ષમાં પ્રવેશ કરે છે. તેમને નાનપણ મોરબી શહેરમાં વિતાવ્યું. શ્રી દોશી એમ.એસ. હાઈસ્કુલ મોરબીમાં ધો.૮ થી ૧૦ સુધી અભ્યાસ કરેલ. તેમના પિતાશ્રી સ્વ.રમણીકલાલ ડી.ભટ્ટ તથા માતુશ્રી સ્વ.કમળાગૌરી આર.ભટ્ટના નાના પુત્ર છે. તેઓ વર્ષ ૧૯૮૦ના.કા.ઈ. સરીતા માપક પેટા વિભાગ રાજકોટમાં પ્રથમ નિમણુંક થયેલ. ૧૯૮૫માં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રાજકોટમાં જુ.કલાર્ક તરીકે સેવા બજાવેલ. રાજકોટમાં સિંચાઈ વિભાગમાં ડ્રાફમેનમાં નિવૃત થયેલ છે. અધિકારી તરીકે ૬૮- રાજકોટમાં બી.એલ.ઓ. તરીકે ૧૦ વર્ષ ફરજ બજાવેલ છે.

(3:44 pm IST)