Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

ગુજરાત ઓબીસી મહાસભાના પ્રમુખ વિપુલ જાદવનો જન્મદિન

રાજકોટ, તા.૧૧: ગુજરાતના ઓ.બી.સી. બક્ષીપંચ આદિવાસી અને ગરીબ સમાજની શૈક્ષણિક, સામાજિક અને આર્થિક જાગૃતિ માટે સતત કાર્યરત વિપુલ ચંદુભાઇ જાદવનો આજે જન્મદિવસ છે. પ૧માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. રાજકોટ જીલ્લાના ગોંડલ શહેરમાં જન્મેલા વિપુલભાઇના પિતાશ્રી ચંદુભાઇ હરિભાઇ જાદવ રાજકોટ પોલીસ કમિશ્નરના પી.એ.) તરીકે ફરજ બજાવતા હતા. અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના સ્થાપક સભ્ય પણ હતા. વિપુલભાઇ જાદવનું પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સેન્ટમેરી સ્કુલમાં થયેલ. ધમસાણીયા કોલેજમાં બેચરલ ઓફ કોમર્સ  થયા.

૧૯૮૭ ૧૭ વર્ષની ઉંમરે ઓ.બી.સી. ના પ્રશ્ને રેલીનું નેતૃત્વ કરેલ. આવા અનેક સામાજિક અને શૈક્ષણિક કાર્યો કરનાર બહુમુખી પ્રતિભા ધરાવતા સરળ સ્વભાવના વિપુલભાઇ જાદવ (૯૩૭૪ ૧૧૩૪૦૩) ને જન્મદિન નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

(4:07 pm IST)